સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં વસતા મોડાસા કડવા પાટીદાર સમાજના લોકો. દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભક્તિમાં રંગાયેલા જોવા મળે છે.
હિંમતનગર ખબર માં આપનું સ્વાગત છે.
દિવાળીના નવા વર્ષમાં લોકો સહપરિવાર કુટુંબી મિત્રો સાથે. પિકનિક કે પ્રવાસમાં ફરવા માટે જતા હોય છે. પરંતુ હિંમતનગર સહિત આજુબાજુના મોટાભાગના ગામો થી રહેતા મોડાસીયા કડવા પાટીદાર સમાજના લોકો અનોખી રીતે નવ વર્ષ ઊજવે છે. કેવી રીતે ઉજવે છે જોઈએ આ વિશેષ અહેવાલ માં....
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના પાંચથી વધુ ગામોમાં વસતા મોડાસા કડવા પાટીદાર સમાજના લોકો. દિવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષના દિવસે ભક્તિમાં રંગાયેલા જોવા મળે છે. નાના બાળકો મહિલા યુવાનો અને વૃદ્ધો માં ઉમિયા કુળદેવીના ધામ માં પગપાળા જઈ રહ્યા છે. સામાન્ય રીતે નવા વર્ષના દિવસે લોકો એકબીજાના પરિવારજનોને મળતા હોય છે. તો કોઈ લોકો પિકનિક તેમજ ફરવા જતા હોય છે. પરંતુ હિંમતનગર ના હિંમતપુર ધનપુરા કરણપુર જાંબુડી સહિત ના મોટાભાગના ગામો મોડાસિયા કડવા પાટીદાર સમાજના લોકો નવું વર્ષ પોતાના કુળદેવીના દર્શને પદયાત્રા કરીને જાય છે. હિંમતનગર થી ઊંઝા સુધી મહિલા યુવાનો બાળકો તેમજ વૃદ્ધો મોટી સંખ્યામાં મા ઉમિયા ના ધામમાં પદયાત્રા કરીને જાય છે. અને નવા વર્ષની શુભ શરૂઆત પોતાના કુળદેવીના દર્શન કરે છે.જ્યાં સુધી માતાજીના દર્શન તેઓ નથી કરતાં ત્યાં સુધી પોતાના ધંધા રોજગારનો પણ પ્રારંભ નથી કરતા. છેલ્લા ઘણા વર્ષોથી અહીં પરંપરા ચાલી આવી છે.એકમ થી પાંચમ સુધી નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. નવા વર્ષની શરૂઆત કોઈપણ કામ તેઓ જ્યાં સુધી ઉમિયા માતાજીના મંદિરે દર્શન ન કરે. ત્યાં સુધી શરૂ કરતા નથી.અને એક માન્યતા મુજબ માતાજીના દર્શન કરવાથી કુળદેવી માતાજીના દર્શન કરી. પોતાનું નવા વર્ષની વાવણી તેમજ ધંધા રોજગાર ખેતીમાં કામકાજ શરૂ કરે છે. તેમના કામ સફળતા પૂર્વક પૂરા થાય છે. ખેડૂતો પણ નવા વર્ષની ખેતીનો પ્રારંભ માતાજીના દર્શનથી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના કડવા પાટીદાર સમાજ લોકો જોડાયા બોલ મારી ઉમિયા જય જય ઉમિયા ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. પગપાળા સંઘ પ્રયાણ કર્યો હતો. તેમજ ભક્તિમય માહોલ સર્જાયો હતો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.