રાજકોટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન. - At This Time

રાજકોટ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે પકડી પાડતી ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશન.


રાજકોટ શહેર તા.૧૫/૧૧/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં દિવાળી તહેવાર બાદ ઘરફોડ ચોરી તથા મોટરસાયકલ ચોરીના બનાવો બનેલ હોય, ચોરીનો ભેદ ઉકેલવા તથા આમ નાગરીક ના જાનમાલ ને પોલીસ સુરક્ષા મળી રહે તે હેતુસર કમિશનર બ્રજેશકુમાર ઝા ચોરીઓના ગુન્હાનો ભેદ ઉકેલી મુદ્દામાલ કબ્જે કરવા તેમજ અન્ય મિલ્કત સંબંધી ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના કરેલ. જેથી ગાંધીગ્રામ-૨ (યુનિ.) પો.સ્ટે. P.I એમ.જી.વસાવા તથા આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ તથા ગાંધીગ્રામ-ર (યુનિ.) પો.સ્ટે. ના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકાર દ્વારા નિયુક્ત કરેલ આઇ.વે. પ્રોજેક્ટ ના કેમેરા તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ ના કેમેરા તથા બનાવ સ્થળ વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના CCTV ફુટેઝ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આર.એચ.ઝાલા તથા LCB ઝોન-૨ કર્મચારીઓ તથા ડી.બી.કારેથા તથા ગાંધીગ્રામ-૨ (યુનિ.) પો.સ્ટે. ના કર્મચારીઓ ચોરીનો ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સંયુકત ખાનગીરાહે મળેલ હકિકત આધારે મુંજકા આર્ષ વિધા મંદિર પાસેથી કુખ્યાત રીઢા ગુન્હેગારને ચોરીના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. શીવાભાઇ જેરામભાઇ વાજેલીયા ઉ.૪૫ રહે.ખડધોરાજી તા.કાલાવાડ જી.જામનગર BNS ૨૦૨૩ ની કલમ-૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.