જસદણ તાલુકાના ભાડલા ગામમાં ખેતીની જમીન પચાવી પાડવાના ગુનામાં આધારકાર્ડ બનાવનાર અંગે સાચી હકીકતને રાજકોટ નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મુકતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ - At This Time

જસદણ તાલુકાના ભાડલા ગામમાં ખેતીની જમીન પચાવી પાડવાના ગુનામાં આધારકાર્ડ બનાવનાર અંગે સાચી હકીકતને રાજકોટ નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મુકતા કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ


રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા ગામમાં બે મૃત વ્યક્તિને જીવિત બતાવીને જસદણ તાલુકાના ભાડલા ગામે મૃત વ્યક્તિઓને હૈયાત બતાવી પટેલ વૃદ્ધાની સંયુક્ત માલિકીની ખેતીની જમીન પચાવી પાડવા જેઠના ત્રણ પુત્ર સહિત ચાર શખ્સોએ બોગસ આધારકાર્ડના આધારે હકક કમીના સોગંદનામાં કરી, મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરી નોંધ દાખલ કરવા અરજી કરેલ તેની સામે થયેલ ફરિયાદમાં રાજકોટ સેસન્સ કોર્ટ બોગસ આધારકાર્ડ બનાવનાર અંગે સાચી હકીકતને ધ્યાને લઈ આરોપી જાવેદભાઈ અલી હુસેનભાઇ ત્રવાડીને જામીન ઉપર મુક્ત કર્યા છે.

આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે જસદણ તાલુકાના ભાડલા ગામે રહેતા પ્રભાબેન ઝીણાભાઈ કાકડીયાએ જેઠના દીકરા ભરતભાઈ કાનજીભાઈ કાકડીયા, દિલીપભાઈ કાનજીભાઈ કાકડિયા તેમજ દલસુખભાઈ કાનજીભાઈ કાકડીયા તેમજ તેજાભાઈ લવાભાઈ મેટાળીયા, દાહાભાઈ ઝાપડિયા, અશોકભાઈ બથવાર તેમજ જાવેદભાઈ ત્રવાડી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાડલા ગામની સીમના સર્વે નંબર ૨૯૧ તથા સર્વે નંબર ૨૭૪ ની કુલ જમીન ૧૯.૫ વિઘા ફરીયાદીના મોટા સસરા ભીખાભાઈ પોપટભાઈ તથા ફરિયાદીના સસરા નરસિંહભાઈ કાકડીયાના સંયુક્ત ખાતે આવેલ છે. ફરિયાદીને જાણવા મળેલ કે બધા આરોપીઓએ સાથે મળી જમીન પડાવી લેવા માટે કાવતરું રચી ફરિયાદીના મોટા સસરા ભીખાભાઈ તથા પોપટભાઈ ગુજરી ગયેલ હોવા છતાં તેઓને હૈયાત બતાવી આરોપી નંબર ૪ ને ફરિયાદીના મરણજનાર મોટા સસરા પોપટભાઈ બનાવી તથા આરોપી નંબર ૫ ને ફરિયાદીના મરણ જનારના સસરા ભીખાભાઈ બનાવેલ તેમજ આરોપી નંબર ૬ તથા ૭ ના એ બોગસ આધારકાર્ડ બનાવી બિનઅવેજી હક્કમીના સોગંદનામા નોટરી કરાવી, આ સોગંદનામા જસદણ મામલતદાર કચેરી ઈ-ધરા કેન્દ્ર ખાતે રજૂ કરી નોંધ દાખલ કરવા અરજી કરેલ. આથી જસદણ પોલીસે ઉપરોક્ત બધા આરોપીઓ સામે આઇ.પી.સી કલમ ૪૬૫, ૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦- બી,૨૦૧ (ક) મુજબનો ગુનો દાખલ કરેલ. આરોપી જસદણના જાવેદભાઈ અલીહુસેનભાઈ ત્રવાડીની રાજકોટ સેસન્સ કોર્ટમાં જામીન અરજી એડવોકેટ રૂપરાજસિંહ પરમાર તેમજ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ દાખલ કરી હતી અને એડવોકેટ દ્વારા નામદાર સેસન્સ કોર્ટને સાચી હકીકતો ધ્યાને મૂકી વિગતવાર જણાવેલ કે ફરિયાદ સિવિલ પ્રકારની છે અને આરોપી જાવેદભાઈ અલીહુસેનભાઈ ત્રવાડીને ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ હોય અને ફરિયાદીએ લાંબા સમય બાદ ગોઠવીને ખોટી પોલીસ ફરિયાદ કરેલ છે તેવી સાચી હકીકતો કોર્ટના ધ્યાને મૂકી સાચી વિગતો જણાવેલ, આમ બચાવ પક્ષના જાવેદભાઇ અલીહુસેનભાઇ ત્રવાડીના એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ રૂપરાજસિંહ પરમાર સાહેબ તેમજ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીની દલીલો તથા સાચી રજૂઆતો અને હકીકતો નામદાર કોર્ટ સમક્ષ મુકેલ તેમજ રજૂ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી, નામદાર સેશન્સ કોર્ટ જાવેદભાઈ અલીહુસેનભાઈ ત્રવાડીને જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી જાવેદભાઈ અલી હુસેનભાઇ ત્રવાડીના એડવોકેટ તરીકે રાજકોટના રૂપરાજસિંહ પરમાર તેમજ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.