રાજકોટના ડીડીઓની સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી - At This Time

રાજકોટના ડીડીઓની સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી


ડો.ગવ્હાણેને 11 માસમાં જ બદલાવાયા

DDOની જગ્યા ખાલી રખાઇ, ચાર્જ અંગે નિર્ણય પેન્ડિંગ

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ગત જાન્યુઆરી માસના અંતમાં બદલી પામેલા અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આવેલા ડીડીઓ ડો.નવનાથ ગવ્હાણેની એકાએક સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરી નાખવામાં આવી છે. મુખ્યમંત્રી ડેશબોર્ડમાં રાજકોટ જિલ્લાને ટોપ પર પહોંચાડનાર ડો.ગવ્હાણેની માત્ર 11 માસમાં બદલી કરાતા રાજ્ય સરકારના નિર્ણય પર પણ અનેક સવાલો ઉઠ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.