નેત્રંગ તાલુકા ના વિજયનગર ખાતે પ્રાથમિક શાળા ની સ્થાપના દિન ની ઉજવણી કરવામાં આવી
આજરોજ પ્રાથમિક શાળા વિજયનગર ખાતે શાળા સ્થાપના દિવસની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી પ્રાથમિક શાળા વિજયનગરની તારીખ 29 9 1977 ના રોજ સ્થાપના કરવામાં આવી હતી શાળાને સ્કૂલ 47 વર્ષ પૂર્ણ થયેલ છે જે બદલ પ્રાથમિક શાળા વિજયનગરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકો તમામ સ્ટાફ સાથે સામાજિક વિજ્ઞાનના ધોરણ છ થી આઠ ના તાલીમાર્થી શિક્ષક ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાને શાળા પરિવારને બાળકોને શાળા સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રસિંહ બોરાધરા દ્વારા શાળા સ્થાપના દિન નિમિત્તે કેક મંગાવવામાં આવી હતી સાથે બાળકો માટે અને શિક્ષકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી સૌએ ભેગા મળીને ખૂબ ઉત્સાહથી શાળા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી .પ્રાથમિક શાળા વિજયનગર ખાતે ધોરણ છ થી આઠ ના શિક્ષકોની સામાજિક વિજ્ઞાન ની તાલીમ પણ શિક્ષકો દ્વારા ખૂબ સારી રીતે લેવામાં આવી જેમાં સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ શિક્ષક ભાઈ બહેનો દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને ઓન એર સેશનના માર્ગદર્શન થકી શિક્ષકોએ ખૂબ સારી રીતે તાલીમના હેતુઓ જાણ્યા હતા અને વિવિધ પદ્ધતિઓથી તાલીમ મેળવી હતી આ ત્રણ દિવસની તાલીમમાં શિક્ષકોએ ખૂબ જ સારી રીતે તાલીમનો જે હેતુ હતો એ હેતુ પાર પાડ્યો હતો આમ આ ત્રણ દિવસની તાલીમ આજે તારીખ 1 10 2024 ના રોજ પૂર્ણ થયેલ હતી. સમગ્ર તાલીમનું સંચાલન અને આયોજન નેત્રંગ તાલુકાના બી.આર.સી કોઓર્ડીનેટર સુધાબેન વી વસાવા દ્વારા કરવામાં આવ્યું આ સમગ્ર તાલીમ નું માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રાચાર્ય મેડમ શ્રી રેખાબેન સંજેલીયા અને નેત્રંગ તાલુકાના લાયઝન અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા આપવામાં આવ્યું.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.