જસદણ વીંછિયામાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નો થકી અધતન ટીડીઓ અને સ્ટાફ કવાર્ટસને મંજુરી
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ અને વિછીયા તાલુકામાં સ્ટાફ માટે તથા ટીડીઓ માટે ક્વાર્ટર મંજૂર થતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે. જસદણમાં તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓના હીતાર્થે ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્નથી રૂા.૬.૪૩ કરોડની રકમ મંજુર કરવામાં આવી હતી. જસદણ અને વિછીંયા ખાતે તાલુકા વિકાસ અધિકારીના કવાટર્સ અને સ્ટાફ માટેના કવાટર્સ માટે અધિકારી અને પંચાયત વિભાગના કર્મચારીઓની લાગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય અને સરકારના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયાએ પંચાયત મંત્રીને સ્ટાફ કવાટર્સ મંજુર કરવા ધ્યાન દોરતા પંચાયતોના માળખાકીય સુવિધા અંતંગત વિછીંયા ખાતે સીડીપી-૩ યોજના હેઠળ બી-૧ ટાઈપના ૬ યુનિટ અને બી ટાઈપના ૬ મળી કુલ ૧૨ કવાટર્સ બનાવવાના માટે રૂા.૫.૮૦ કરોડ અને જસદણ અને વિંછીયા બંને તાલુકાઓમાં ટી.ડી.ઓ.કવાટર્સ (૫૮.૪૭લાખ મુજબ) માટે રૂા. ૧.૧૭ કરોડની રકમને વહીવટી મંજુરી આપી છે. આમ જસદણ અને વિછીયા બંને તાલુકાઓમાં સ્ટાફ કવાટર્સ અને ટી.ડી.ઓ.કવાટર્સ માટે કુલ રૂા. ૧૩.૪૦ કરોડની રકમ પંચાયત વિભાગે મંજુર કરી છે. સરકાર દ્વારા કામને વહીવટી મંજુરી મળતા કામના અંદાજો સહીતની ટેકનીકલ,વહીવટી કામગીરી તાત્કાલીક કરવા અને ખુટતી જમીન માટે મહેસુલ વિભાગ પાસે ખરાબાની જગ્યા મેળવવા ટી.ડી.ઓ અને માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક/ નાયબ કાર્યપાલક ઈજનેરને સૂચનાઓ આપવામાં આવી છે. ક્વોટર મંજુર થતા જસદણ અને વિછીયા તાલુકાના કર્મચારીઓએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
