સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં આયોજિત પૂ. મોરારીબાપુની વૈશ્વિક રામકથા - At This Time

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં આયોજિત પૂ. મોરારીબાપુની વૈશ્વિક રામકથા


સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં આયોજિત પૂ. મોરારીબાપુની વૈશ્વિક રામકથા

હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શન અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનાં વરદ હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૈશ્વિક રામકથા કાર્યાલયનું ઉદઘાટન થયું

વૃક્ષો અને વડીલોની સેવાર્થે થઈ રહેલ મહાન કાર્ય સમી 'વૈશ્વિક રામકથા'માં સૌ કોઈ તન, મન અને ધનથી સેવા આપતાં કટિબદ્ધ બને - પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી

રાજકોટમાં ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.વૈશ્વિક રામકથા ૨૩ નવેમ્બરથી શરુ થઈને ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો વૈશ્વિક રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.
હિંદુ ધર્માચાર્ય મહાસભાના કન્વીનર અને સેક્રેટરી તેમજ સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શન અને સંરક્ષક પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજીનાં વરદ હસ્તે સદભાવના વૃદ્ધાશ્રમનાં વૈશ્વિક રામકથા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. રોજબરોજની કામગીરી, વિવિધ કમિટીઓની રચના, કાર્યોની વહેંચણી, વિવિધ તંત્રો સાથે સંકલન, પ્રચાર પ્રસાર, ઉતારાની વ્યવસ્થા, અન્નપૂર્ણા વિભાગ, વિશેષ અતિથીઓની વ્યવસ્થા ઈત્યાદી કાર્યોની સરળતા માટે કાર્યાલયની શરૂઆત થઇ છે.
સદભાવના વૃદ્ધાશ્રમનાં માર્ગદર્શક, સંરક્ષક આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ મહાસભાના કન્વિનર, સેક્રેટરી, ધર્માચાર્ય પરમાત્માનંદ સરસ્વતીજીએ કહ્યું કે, “રાજકોટની વૈશ્વિક રામકથા ભક્તિ, પ્રસાદ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાશે. સર્વધર્મ સમભાવ માટે આ શ્રેષ્ઠ મોકો છે. ૧૨ વર્ષ બાદ રાજકોટમાં યોજાઈ રહેલી પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથામાં સૌ કોઈને જોડાવવા, પુણ્યના યજ્ઞમાં આહુતિ આપવા આહ્વાન છે. વૃદ્ધાશ્રમ એ આવકાર્ય વ્યવસ્થા નથી, પરંતુ રાજકોટ 'રામકોટ' છે ત્યારે નિઃસંતાન, પથારીવશ, બીમારીથી પીડાતા વડીલો આંગણે આવે તો ના તો ન જ પડાય. રાજકોટ તો ‘સેવાનગરી' છે. કદાચ સદભાવના વૃદ્ધાશ્રમનાં વિશાળ વૃક્ષારોપણનાં પગલે ઠેર ઠેર સારો વરસાદ વરસ્યો હોય તેવું પણ બને. વૃક્ષોએ તો પાણીનો વિકટ પ્રશ્ન સોલ્વ પણ કર્યો છે. સંસ્થાનો આખા ભારતમાં વૃક્ષો વાવવાનો સંકલ્પ સરાહનીય છે. વૃક્ષો અને વડીલોની સેવાર્થે થઈ રહેલ મહાન કાર્ય સમી 'વૈશ્વિક રામકથા'માં સૌ કોઈ તન, મન અને ધનથી સેવા આપતાં કટિબદ્ધ બને તે જરૂરી છે. કસરત, યોગ, પ્રાણાયમ પછી એક નવો યોગ છે જે સેવાયોગ છે. અત્યારે માણસમાં સંપત્તિ આવી ગઈ છે પણ સમૃદ્ધિ આવી નથી, કોઈ માણસ બીજાના દુઃખમાં દુખી ન થાય એ તો સમજ્યા પણ બીજાના સુખમાં સુખી થનારાઓની પણ સંખ્યા ઘટતી જાય છે. એવા સમયે આપણે એવું આશ્રમ બનાવીએ કે ભારતનાં સંતાનોને પોતાના માતા પિતાની સેવા કરવાની તો પ્રેરણા મળે જ પણ અન્યના માતા પિતાની પણ એ સેવા કરી શકે એવા એના સંસ્કાર બને. આ કથા આંતરરાષ્ટ્રીય લેવલની કથા બનાવીએ. વૈશ્વિક રામકથા કાર્યાલયનાં ઉઘાટનમાં ધર્માચાર્ય પ. પૂ (ડૉ.) પરમાત્માનંદ સરસ્વતીજી સાથે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સંસ્થાઓનાં અગ્રણીઓ, દાતાઓ, કાર્યકર્તાઓ સહિતના નામી અનામી ૫૦૦ જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્કોટ એટલે રામકોટ, સંતોની ભૂમિ અને સેવાની ભૂમિના આંગણે વિશિષ્ટ વૈશ્વિક રામકથા રૂપે ખુશાલીનો અવસર આવ્યો છે, કાળજું ધોવાનો અવસર આવ્યો છે. સમગ્ર વૈશ્વિક રામકથાનાં આયોજનમાં સદભાવના વૃદ્ધાશ્રમ તો નિમિત્ત છે આ કથાનું આયોજન તો સમગ્ર રાજકોટનું છે.
અત્રે ઉલેખ્ખનીય છે કે આ વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે. રાજકોટમાં છેલ્લા આઠ વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ કાર્યરત છે જેમાં ૬૦૦ જેટલા બીમાર પથારીવશ- નિરાધાર વડીલોને (૨૦૦ વડીલો ડાયપર પર) નિશુલ્ક, આજીવન સ્નેહાશ્રય અપાઈ રહ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં લઈને ૩૦૦ કરોડના માતબર ખર્ચે ૫૦૦૦ જેટલા વડીલોનો સમાવેશ થઈ શકે તેવું ૧૪૦૦ રૂમ યુક્ત સદભાવના વૃદ્ધાશ્રમનું પરિસર રાજકોટના જામનગર રોડ રામપર ખાતે ૩૦ એકર જગ્યામાં નિર્માણાધીન છે. સદભાવના વૃદ્ધાશ્રમનો સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ છે. જેના લાભાર્થે, વૃક્ષો અને વડીલોના શુભાર્થે પ્રખર રામાયણી, પૂ.મોરારિબાપુની વૈશ્વિક રામકથાનું આયોજન રાજકોટમાં થઇ રહ્યું છે.
સદભાવના વૃદ્ધાશ્રમ નાં લાભાર્થે તા.૨૩નવેમ્બર–૨૦૨૪ થી તા. ૦૧ ડીસેમ્બર-૨૦૩૪ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે વૈશ્વિક રામકથા યોજાનાર છે. વૈશ્વિક રામકથાની વિશેષ વિગતો માટે મો.9664851738 પર સંપર્ક કરવા સદભાવના વૃદ્ધાશ્રમની યાદીમાં જણાવાયું છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.