તાલાલાના ધણેજ(બાકુલા) ગામે યોજાયેલા વન વિભાગના મેડિકલ કેમ્પમાં ૯૭૭ દર્દીઓએ લાભ લીધો* - At This Time

તાલાલાના ધણેજ(બાકુલા) ગામે યોજાયેલા વન વિભાગના મેડિકલ કેમ્પમાં ૯૭૭ દર્દીઓએ લાભ લીધો*


*તાલાલાના ધણેજ(બાકુલા) ગામે યોજાયેલા વન વિભાગના મેડિકલ કેમ્પમાં ૯૭૭ દર્દીઓએ લાભ લીધો*

---------

*જૂનાગઢ, તાલાલાની વિવિધ હોસ્પિટલના ૨૩ તબીબોએ આપી વિના મૂલ્યે સેવા*

-------

*ગીર બોર્ડરના ગામોમાં "સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ'' બાબતે સેમીનાર યોજાયો*

------

*ગીર ગીર પશ્ચિમ વન વિભાગના કેમ્પમાં ૪૫ લાભાર્થીઓના PMJAY કાર્ડ મળ્યાં, બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તની ૩૦ બોટલ એકત્રિત કરાઈ*

--------

ગીર સોમનાથ તા.૦૬, ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધણેજ બાકુલા ગામ ખાતે ગીર પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ૨૦૨૪ અનુલક્ષીને જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી અવર-જવર ધરાવતાં ગીર બોર્ડરના ગામોમાં "સહ-અસ્તીત્વ દ્વારા વન્યજીવ સંરક્ષણ'' બાબતે એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર સહિત તાલાલા તાલુકાના ધણેજ(બાકુલા), જેપુર, ઉમરેઠી તથા માળીયા હાટીના તાલુકાના જલંધર, લાડુડી સહિતના ગામોના લોકોની ઉપસ્થિતમાં વન્યપ્રાણી સહ- અસ્તીત્વ બાબતે જાહેરજનતા સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તેમજ વન્યપ્રાણી સંરક્ષણ બાબતેની ડોકયુમેન્ટ્રી પ્રદર્શન દેખાડવામાં આવ્યું હતું.

આ સેમીનાર બાદ "Wildlife conservation through Co-existing" ની થીમ અનુસાર ગીર પશ્ચિમ વિભાગ, જૂનાગઢ, રોટરી કલ્બ જૂનાગઢ તથા એલપીએસના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ. ચિરાગ સાકરીયા, ઓરલ રીહેબલીલેટી એન્કોલોજી, ડૉ. પ્રવિણ દુધાત, ગાયકનોલોજીસ્ટ, ડૉ. અક્ષય હડીયલ, ગાયકનોલોજીસ્ટ, ડૉ. નિકુંજ હુંમર, હાડકા તથા સાંધાના નિષ્ણાંત, ડૉ. મૌલિક ભાલડીયા, હાડકા તથા સાંધાના નિષ્ણાંત, ડૉ. ધ્રુવિત વોરા, ઘુંટણ તથા સાંધાના નિષ્ણાંત, ડૉ. આકાશ પટોળીયા, ક્રિટીકલ કેર સુપર સ્પેશીયાલીસ્ટ, ર્ડા. રાહુલ હુંબલ, એમ.ડી. (ઇમરજન્સી મેડીસીન), ડૉ. જતીન સોલંકી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, ડો. જીજ્ઞેશ રામાણી, જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન, ડૉ. વત્સલ ગોંડલીયા, કાન, નાક, ગળાના નિષ્ણાંત, ડૉ. આશા પટોળીયા, કન્સ્ટન્ટ પેથોલોજીસ્ટ, ડો.ભવ્યા ટીલાળા, કન્સ્ટન્ટ પેથોલોજીસ, ડૉ. શ્રધ્ધા સાકરીયા, દાંતના સર્જન, ડૉ. જય રાઠોડ, આંખના નિષ્ણાંત, ડો. કૃણાલસિંહ ગોહીલ, બાળરોગના નિષ્ણાંત, ડૉ. શિવમ કાલરીયા, દાંતના નિષ્ણાંત, ડૉ. જનક ભલાણી, એનેસ્થેસ્યોલોજીસ્ટ, ડૉ. ચિરાગ પાનસુરીયા, ન્યુરો ફીઝીયોથેરાપીસ્ટ, ડો. શ્રૃતિ ગાજીપરા, ફીઝીયોથેરાપીસ્ટ, ડો. કૃપાલી જોષી, મેડીકલ ઓફિસર, ડો.જલ્પા વાજા, મેડીકલ ઓફિસર, ડો.રીઘી ભટ્ટી, મેડીકલ ઓફિસર સહિત કુલ- ૨૩ જેટલા ખ્યાતનામ ડોકટરશ્રીઓ દ્વારા ફ્રી નિદાન સેવા આપી હતી.

સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને ફ્રી દવા, સ્થળ પર જ ફ્રી હીમોગ્લોબીન, મોઢાની તપાસ, બીપી, સુગર તેમજ એકસ-રેની સુવિધા આપવામાં આવી હતી. આ મેડીકલ કેમ્પમાં ૫૫૮ પુરૂષ તથા ૪૧૯ સ્ત્રી મળી કુલ- ૯૭૭ લાભાર્થીઓએ મેડીકલ કેમ્પનો લાભ લીધો હતો. સાથે જ ગુજરાત સરકારશ્રી દ્વારા ચાલતી PMJAY કાર્ડ ઇસ્યુ કરવા માટે સ્થળપર જ એનરોલમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૪૫ લાભાર્થીઓના PMJAY કાર્ડનો લાભ મળ્યો છે તેમજ જૂનાગઢ વિવિલ હોસ્પિટલના સહયોગથી જરૂરીયાત લોકોને બ્લડ ઉપલબ્ધ કરી શકાય તે હેતુથી વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતુ. જેમાં કુલ-૩૦ બોટલ બ્લડ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો માટે એકત્ર થઇ હતી.

આમ, ગામ લોકો તથા વન વિભાગના સ્ટાફ દ્રારા બ્લડ ડોનેશન કરી લોકોએ તેઓની સામાજિક જવાબદારી પણ નિભાવી હતી.

000000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.