વેરા વળતર યોજનાથી 211 કરોડ 82 લાખની વિક્રમી આવક, પ્રામાણિક કરદાતાઓને રૂપિયા 21 કરોડ 64 લાખનું વળતર મળ્યું
રાજકોટ મનપા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મે અને જૂન મહિના દરમિયાન ખાસ વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષની વેરા વળતર યોજના તા.30 જૂનના રોજ પૂરી થતા કુલ રૂ. 211.82 કરોડની વિક્રમી આવક મનપાને થઈ છે. આ સાથે જ મનપાની તિજોરીમાં ધરખમ આવક ઠાલવનાર પ્રમાણિક કરદાતાઓને રૂ. 21.64 કરોડનું વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. વેરાની આ આવકને કારણે વર્ષના પ્રથમ કવાર્ટરમાં મનપાએ નવો રેકોર્ડ સર્જ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.