કોમર્સ કોલેજ મોડાસાની એન.એસ.એસ. શિબિરનું સમાપન
ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, મોડાસા સંચાલિત શ્રી એચ.એસ. શાહ કૉલેજ ઓફ કોમર્સ સંલગ્ન એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિર ધનસુરા તાલુકાના કોલવડા મુકામે તા:૩૧/૧૨/૨૦૨૩ થી ૦૬/૦૧/૨૦૨૪ દરમ્યાન યોજાઈ હતી જેનો સમાપન સમારોહ આજ રોજ યોજાયો હતો. સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન ડૉ. બિપીનભાઈ પટેલ, ધનસુરા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કાર્યકારી આચાર્ય ડો.એમ.કે.પટેલ, યુનિવર્સીટી એન.એસ.એસ. સલાહકાર સમિતિના સભ્ય ડૉ.ગોપાલ વણકર, કોલવડા ગામના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ સહિત શાળા પરિવાર અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. હાજર તમામ મહાનુભાવોએ શિબિર દરમ્યાન યોજાયેલા વિવિઘ જનજાગૃતિ અને સેવાકીય કાર્યક્રમોને બિરદાવ્યા હતા. શિબિર દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. શિબિર સંચાલક તરીકેની જવાબદારી ડૉ. ઈલાબેન સગર તથા પ્રા. અમિતભાઈ વસાવા એ સફળતાપૂર્વક નિભાવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.