મુળી તાલુકાનાં વેલાળા ગામે બ્લોક પેવર રોડ ની કામગીરી એક અને બતાવી ત્રણ DDO ને રજુઆત
*મુળી ના વેલાળા ગામે બ્લોક પેવર બ્લોક નાં ભ્રષ્ટાચાર મુદ્દે ડી.ડી.ઓ.ને રજુઆત*
*ભષ્ટ્રાચાર સાબિત થયાં એક વર્ષ થવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં*
મુળી તાલુકાનાં વેલાળા ગામે બ્લોક પેવર રોડ રસ્તા બનાવવામાં આવેલ હતાં જેમાં એક જ રોડ રસ્તા બનાવી તેને અલગ અલગ જગ્યાએ બતાવી ફક્ત એક રસ્તો બનાવી ને ત્રણ જગ્યાએ માપ કરી ને નાણાં ચાઉં કરનાર ગ્રામ પંચાયત સરપંચ સામે આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવતાં તમામ ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો તેમ છતાં સરપંચ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે અરજદાર વેલાળા નાં જાગૃત નાગરિક અશોકભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે રસ્તો ફક્ત એક જ બનાવી એ રસ્તો જ અન્ય જગ્યાએ બતાવી અંદાજે બે લાખ રૂપિયા ચાંઉ કર્યા છે ફરી એજ રસ્તો અન્ય જગ્યાએ બતાવી નાણાં ચાઉં કરેલ છે અને ખાસ જે રસ્તો બનાવેલો તેનાં માપ લંબાઈ પણ રસ્તા કરતાં ડબલ દર્શાવે છે ખરેખર રસ્તો ન બનાવી સંપૂર્ણ માપણી કરવામાં આવી છે ત્યારે આ તમામ ભ્રષ્ટાચાર માં તાલુકા વિકાસ અધિકારી સહિત સરપંચ સંડોવાયેલા હોય માટે તટસ્થ તપાસ થતી નથી જે અધિકારીઓ તપાસ માં આવેલ તેઓએ અરજદાર ને લેખિત માં આપવામાં આવેલ નથી અને આર.ટી.આઈ માં પણ ખોટા જવાબ રજુ કરવા માં આવેલ છે આ તમામ તપાસ એક વર્ષ પહેલાં થયેલ તો આજદિન સુધી આ નાણાં ચાઉં કરનાર અધિકારી સરપંચ સામે કોઈ કાર્યવાહી કરવામાં કેમ આવેલ નથી તેમ જણાવ્યું હતું સમગ્ર તાલુકામાં વેલાળા ભ્રષ્ટાચાર નું એ.પી.સેન્ટર છે અને ત્યાં થી જ ભ્રષ્ટાચાર સામે લડત ઉભી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે અને પૂર્વ સરપંચ તાલુકાનાં અધિકારીઓ રાજકીય ઓથ માટે હવાતીયા મારતાં જોવામાં આવી રહ્યાં છે મુળી તાલુકાનાં ગામોમાં શૌચાલય મનરેગા આને પેવર બ્લોક કામગીરી ખેત તલાવડી માં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર એક રાજકીય આગેવાન ની રહેમ નજર હેઠળ થાય છે જેમાં સરકાર નાં અધિકારીઓ નો સાથ મળે છે ત્યારે કોઈ તટસ્થ તપાસ ન થતાં આજે સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત કરવામાં આવી હતી
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.