જસદણ એસ ટી ડેપોને નવું ટાઇમટેબલ અને બોર્ડ લાગ્યું: ડેપો મેનેજરની સરાહનીય કામગીરી
જસદણ એસ ટી ડેપોને નવું ટાઇમટેબલ અને બોર્ડ લાગ્યું: ડેપો મેનેજરની સરાહનીય કામગીરી
જસદણ એસ ટી ડેપો દ્વારા લાંબા સમયથી પ્રવેશદ્વાર પર બોર્ડ ન હતું અને વર્ષોથી જસદણ એસ ટી ડેપોમાં અવરજવર કરતી બસોનું ટાઈમટેબલ જુનું હતું તે બદલાતું ન હતું પરંતુ તાજેતરમાં જેતપુરથી બદલી થઈ જસદણ આવેલાં મેનેજર પીરમામદ યું મીરએ ડેપોમાં પડતર કામોની સમીક્ષા કરી કર્મચારી મંડળના આગેવાન ડી ડી ગીડાને સાથે રાખી પડતર કામગીરીનો પ્રારંભ કરતાં એસ ટી માં અવરજવર કરતાં પ્રવાસીઓમાં ખુશાલી વ્યક્ત થઈ રહી છે જેતપુર એસ ટી ડેપોમાં સરાહનીય કામગીરી કરનારા ડેપો મેનેજરની તાજેતરમાં જ જસદણ ડેપોમાં નિમણુંક થયેલ ભૂતકાળમાં આ ડેપોમાં પંખાઓ ચાલું કરવામાં આવતાં નહોતા રાત્રીના રોશનીના અભાવે વહેલી સવારે બસોમાં મુસાફરી કરતાં પ્રવાસીઓને અંધારપટનો સામનો કરવો પડતો ડેપોના પ્રવેશદ્વાર પર બોર્ડ ન હતું સમયસર એસ ટી ઉપાડવામાં આવતી ન હતી બસોનું ટાઇમટેબલ પણ વર્ષો જુનું હતું પરંતુ ડેપો મેનેજર મીર આવતાંની સાથે જ આ બદલાવ આવતાં જસદણના નાગરીકોમાં હાશકારો થયો હતો. દરમિયાન જસદણના યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે જસદણ એસ ટી ડેપોનો ગ્રેડ સાવ તળિયે વર્ષોથી છે એટલે શહેરીજનોને કોઈ વિશેષ સુવિધાઓ મળતી નથી ત્યારે એસ ટી તંત્રના મુખ્ય અધિકારીઓએ ડેપોનો ગ્રેડ વધારવો જોઈએ અને હાલમાં જસદણમાં વિધાર્થીઓ નોકરિયાતો પણ સૌરાષ્ટ્રના જુદાં જુદાં ગામોમાં અપડાઉન કરે છે ત્યારે આટકોટથી અવરજવર કરતી દરેક એસ ટી વાયા જસદણ ચલાવવામાં આવે એવી માંગ હરિભાઈ હીરપરાએ કરી છે
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.