રાજુલા નગર પાલિકા ની વ્હાલા દવલાની નીતિ સામે રોષ…..
રાજુલા નગર પાલિકા ની વ્હાલા દવલાની નીતિ સામે રોષ.....
સીલ મારવાની કામગીરી માં રાજુલા પાલિકા ની મનમાની ?
રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરાયા અને ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ જગ્યા એ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી એવા સમયે રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા વિવિધ જગ્યાએ સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવેલી ત્યારે શરૂઆતમાં જ રાજુલા શહેરમાં મુખ્ય બજારમાં સોમનાથ ગ્રુપ ઓફ ટ્યુશન ક્લાસીસ ને સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે સોમનાથ ગ્રુપ ટ્યુશન ક્લાસીસના માલિક દ્વારા સમય આપવા માટેની વાત કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી અમોને ઉપર થી કહેવામાં આવેલ છે ત્યારે આ ક્લાસીસને સીલ માર્યા બાદ રાજુલા શહેરની વિવિધ સંસ્થાઓ વિવિધ મોલ તેમજ હોસ્પિટલો વિવિધ જગ્યા ઓ ને નોટિસો પાઠવવામાં આવી નોટિસમાં સાત દિવસનો સમય પાઠવવામાં આવ્યો તો સોમનાથ ક્લાસિસ ને નોટિસ શા માટે નહિ ? આ વાત ને 15 દિવસ થવા છતાં આ નોટિસો આપ્યા બાદ રાજુલા નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં ના આવતા રાજુલાના જાગૃત કાર્યકર એવા રિતેશભાઈ આદ્રોજા એ રાજુલા નગરપાલિકા પાસે માહિતી અધિનિયમ હેઠળ માહિતી અધિકારી પાસે માહિતી માંગવામાં આવી અને રાજુલા પાલિકા ના અધિકારી ઓ વાહલા ડવલાની નીતિ બાબતે રોષ વ્યક્ત કર્યો અગાઉ પણ આ જ ક્લાસીસને સીલ મારવામાં આવેલું ત્યારે દર વખતે આ જ ક્લાસીસને ટાર્ગેટ કરવામાં આવતો હોય અને વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવતી હોય ત્યારે માહિતી નિયમન હેઠળ રાજુલા નગરપાલિકા પાસેથી તેમણે આ અંગે માહિતી માંગેલ છે અને ત્યારબાદ તેમણે રાજુલાના ડેપ્યુટી કલેક્ટર તેમજ રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત વિવિધ અધિકારીઓને તેમણે ટ્વિટ કરીને આ બાબતે જાણ કરેલ છે કે આ ક્લાસીસ ને જ કેમ સીલ મારવામાં આવે છે !! તો રાજુલા શહેરમાં શું દરેક જગ્યાએ ફાયરના નિયમ અનુસાર જ બધું ચાલે છે એવું તેમણે આ ટ્વિટમાં જણાવેલ છે જો આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે અને જો તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો ના છૂટકે વિવિધ અધિકારી ઓ ને આ બાબતે જાણ કરવી પડશે તેવું તેમને જણાવેલું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.