છ માસમાં ત્રીજી વખત VCના નામે ફેક મેસેજ થયા છતાં ફરિયાદ ન કરી - At This Time

છ માસમાં ત્રીજી વખત VCના નામે ફેક મેસેજ થયા છતાં ફરિયાદ ન કરી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માત્ર વેબસાઈટ પર નોટિસ મૂકી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ગીરીશ ભીમાણીના નામે ફરી એક વખત ફેક મેસેજ કરાયા હોવાનું બહાર આવતા યુનિવર્સિટી તંત્ર દ્વારા વેબસાઈટ ઉપર સૂચના જાહેર કરી છે. પરંતુ મહત્વનું છે કે કુલપતિ તરીકે જ્યારથી ડૉ. ભીમાણી યુનિવર્સિટીમાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ત્રીજી વખત તેમના નામે યુનિવર્સિટીના જ પ્રોફેસરો સહિત અન્ય કર્મચારીઓને તેમના નામે ફેક મેસેજ મળ્યા હોવા છતાં અત્યાર સુધી તેમણે પોલીસ ફરિયાદ કરી નથી. માત્ર યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર એક નોટિસ મૂકી લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.