ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બોટાદ ખાતે 15 દિવસ ડાયાબીટીસ નિવારણ કેમ્પ યોજાશે
(અજય ચૌહાણ દ્વારા)
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબીટીસમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે બોટાદ ખાતે તા.14-11-24થી 28-11-24 સુધી 15 દિવસ સુધી સવારે 6 થી 8 વાગ્યા સુધી શ્રીમતી જે.એમ.ડી પ્રાથમિક શાળા, સંજય હોસ્પિટલ પાછળ રોકડીયા હનુમાનવાળો ખાંચો પાળીયાદ રોડ, બોટાદ ખાતે કેમ્પ યોજાશે. ગુજરાત રાજ્ય બોર્ડ અંતર્ગત ડાયાબીટીસ નિવારણ યોગ કેમ્પમાં ભાગ લેવા તમામ ડાયાબીટીસ દર્દીઓ અને અન્ય બોટાદવાસીઓને લાભ લેવા જણાવાયું છે. આ કેમ્પના બોટાદ જિલ્લા કોર્ડીનેટર પ્રવિણભાઈ કળથીયાએ જણાવ્યુ હતું કે, ભાગ લેનારને નિયમિત સમયસર રોજે રોજ જોડાવવાનું રહેશે. જેમાં તેમનું રજીસ્ટ્રેશન કરાવાશે. આ કેમ્પમાં ભાગ લેનારને મેડીકલ કેમ્પમાં ટીમ દ્વારા નિ:શુલ્ક નિરીક્ષણ થશે. રોજે રોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ આયુર્વેદીક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે અને દીનચર્યા પ્રમાણે ડાયટ પણ અપાશે. વધુ માહિતી માટે તેમના કોન્ટેક્ટ નં. 9725796203 પર સંપર્ક સાધી શકાય છે. આથી વધુમાં વધુ બોટાદવાસીઓ આ કેમ્પનો લાભ લે તેવો અનુરોધ કરાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.