જમીનના વિવાદ મામલે કલ્પેશ પરમાર પર ત્રણ શખ્સોનો છરી વડે હુમલો
રૈયાગામમાં રહેતાં કલ્પેશ પરમાર પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ગઈ કાલ રાત્રિના પાન ફાકી ખાવા રૈયા ગામના બસ સ્ટેન્ડ પાસે ગયા હતા ત્યારે માથાકૂટ કરી લાલાએ છરી ઝીંકી દીધી હતી. બાદ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવની વિગત મુજબ ફરિયાદી કલ્પેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.36, રહે.રૈયાગામ, પરમાર નિવાસ શેરી નં. 9 જુનો વણકરવાસ) એ નાનજી ઉર્ફે લાલો ભુપત પરમાર તથા મહેશ મનસુખ પરમાર અને વિશાલ મેરિયા સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ડ્રાઈવિંગ કામ કરે છે.
ગઈ કાલ સાંજના 7 વાગ્યાં આસપાસ હું મારા ઘર પાસે ઉભો હતો દરમિયાન મારો ભત્રીજો દિવ્યેશ રમેશભાઈ પરમાર રોડ ક્રોસ કરી મારી પાસે આવતો હતો. ત્યારે ત્યાંથી અમારા ઘરથી આગળના ભાગે રહેતો નાનજી ઉર્ફે લાલો પરમાર તેનું બાઈક લઈને નીકળેલ. અને મારા ભત્રીજા દિવ્યેશ પાસે આવી અપશબ્દો બોલી કહેલ કે તું રોડ ક્રોસ કરતી વખતે ધ્યાન રાખતો જા નહિતર છરીના ઘોદા મારી દઈશ તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ. ત્યારે હું અને મારા ભાઈ કલ્પેશભાઈ પરમાર ત્યાં જઈ કહેલ કે શું અપશબ્દો બોલીશ તેમ કહેતાં લાલો ત્યાંથી જતો રહેલ.
નાનજી ઉર્ફે લાલો ભુપત પરમાર તથા મહેશ મનસુખ પરમાર સાથે અમારે જમીનનો વિવાદ હોય જેથી એકબીજાને ભળતું નથી. જેથી ખાર રાખી ઝઘડો કરેલ હતો. બાદ રાત્રિના 8 વાગ્યાં આસપાસ લાલો મારા ઘર પાસે આવેલ. અને છરી કાઢી ધમકી આપી જતો રહેલ. ત્યારબાદ સવા દસ વાગ્યે હું તથા મારા કાકાના દીકરા ભાઈ કલ્પેશભાઈ પરમાર બંને બાઈક લઈ અમારા ગામના બસ સ્ટેન્ડ પાસે શિવશક્તિ પાનની દુકાને ગયેલ.
ત્યારે મહેશ મનસુખ પરમાર ઉભો હતો જે અમારા ઘરથી આગળના ભાગે રહે છે તેણે મને કહેલ કે શું લાલા સાથે માથાકૂટ કરસ એકનો એક શો ક્યાંક ખોવાઈ જઈશ તેમ કહી મારું બાવળુ પકડેલું તેવામાં નાનજી ઉર્ફે લાલો અને વિશાલ મેરિયા આવી અપશબ્દો બોલી મારવા લાગેલ દરમિયાન વિશાલે છરી કાઢી કમરના ભાગે મારી દિધેલ. બાદ નાસી ગયેલ હતા. બાદ કલ્પેશને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ વધુ સારવાર માટે ગિરિરાજ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.