ક્રાઉડ ફંડીંગના સંચાલકની રૂ.40 લાખની કાર પડાવી લેવા ભાગીદારનું કાવતરૂ
નાના મૌવા મેઇન રોડ પર આવેલ ક્રાઉડ ફંડીંગના સંચાલકની રૂ.40 લાખની કિયા કાર્નિવલ કાર ભાગીદાર કૃણાલે ભાવનગર અને થાણેના શખ્સ સાથે મળી બોગસ દસ્તાવેજો ઉભા કરી આરટીઓમાં રજૂ કરી ગુનાહિત કાવતરૂ કરતાં બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ઢેબર રોડ પર લાલ બહાદુર સોસાયટી-02 માં રહેતાં ક્રીપાલસિંહ મનોહરસિંહ જાડેજા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૃણાલ નવીન પાટડીયા (રહે. કૃષ્ણ નગર શેરી-03 બગી ચાની સામે સ્વામીનારાયણ ચોક), ગજેન્દ્રસિંહ વાળા (રહે. ભાવનગર), ઇમરાન (રહે. થાણે, મુંબઈ) અને નોટરી રૂબરૂ વેંચાણ કરાર કરી આપનાર અજાણ્યા ફોટા વાળા શખ્સોના નામ આપતાં બી. ડિવિઝન પોલીસે બીએનએસ એક્ટ 465, 466, 467 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે અને વકીલાતનો અભ્યાસ કરેલ છે. વર્ષ 2022 માં તેઓએ મિત્ર મીત્ર કુણાલ પાટડીયા સહિતના મિત્રો સાથે ભાગીદારીમાં એક ક્રાઉડ ફંડીંગની કંપની નાના મૌવા મેઇન રોડ નાઇન સ્ક્વેર ખાતે ચાલુ કરેલ હતી. ગઈ તા.07/06/2022 ના તેઓએ અંગત ઉપયોગ માટે કીયા કાર્નીવલ કાર રૂ.40 લાખની લીધેલ હતી. તે કાર તેઓ અને કૃણાલ પાટડીયા ઓફીસના કામે ઉપયોગમાં લેતાં હતાં. ઓફીસ તરફથી એક ડ્રાઇવર અલ્તાફભાઈ પીલુડીયાને નોકરી ઉપર રાખેલ હતા. ગઇ તા.17/06/2023 ના કંપની વિરૂધ્ધમા વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરીયાદ ક્રાઈમ બ્રાન્ચમાં થયેલ હતી.
ગઇ તા.18/02/2023 ના તેમના પિતાનું અવસાન થતાં તેઓ ક્રિયામાં રોકાયેલ હતાં અને ગાડી કૃણાલ પાસે હતી. ત્યારબાદ ગાડીની જરૂરીયાત ઉભી થતા કૃણાલને અવાર નવાર ફોન કરતા તેને ફોન ઉપાડેલ નહીં જેથી ઓગસ્ટ-2023 માં ડ્રાઈવર અલ્તાફને રૂબરૂ મળી ગાડી ભાબતે પુછતા તેણે જણાવેલ કે, હું કૃણાલભાઇ સાથે ગાડી લઇ ભાવનગર ગયેલ હતો.
ત્યાં તેમને ગાડી તેની પાસે રાખી લીધેલ અને હું બસમા આવતો રહેલ અને થોડા દિવસ બાદ કૃણાલએ તેમની પાસે રહેલ ગાડીની ચાવી આજીડેમ ચોકડી પાસે ગજેંદ્રસિંહ વાળાને આપવાનું જણાવ્યું હતું.
ફરિયાદી ગત ફેબ્રુઆરીમાં ક્રાઈમ બ્રાન્ચના ગુનામાં હાજર થયેલ હતો. ગજેન્દ્રસિહ કુણાલનો મિત્ર હોવાથી ઓફીસે આવતો હતો જેથી તેને ઓળખતાં હોય જેથી તેને રૂબરૂ મળતાં તેને જણાવેલ કે, કૃણાલભાઈના કહેવાથી મે ગાડી ભુલી જવામા તોફીકને વેચી નાખેલ છે. જેથી કુણાલ પાટડીયાના વિરૂધ્ધમા માર્ચમાં પોલીસ કમિશનરને અરજી કરેલ હતી. ગઇ તા.12/07/2023 ના યુનીયન બેંક દ્વારા નોટીસ આવેલ જેમાં જણાવવામાં આવેલ કે, ગાડીનો બોજો હટાવી ગાડી રાજકોટ આર.ટી.ઓ.માંથી મહારાષ્ટ્ર આરટીઓમાં ટ્રાન્સફર કરવાની અરજી કરેલ છે.
બાદમાં આર.ટી.ઓ.મા તપાસ કરતા તેમના બોગસ દસ્તાવેજ, આધારકાર્ડ ,પાનકાર્ડ ખોટા હતા. તેમજ ટી.ટી.ઓ. ફોર્મમાં પણ સહીઓ ખોટી હતી. તેમજ બોગસ આધાર કાર્ડ, પાનકાર્ડ એડીટ કરી તા.04/03/2023 ની બેંકની એન.ઓ.સી. તથા બોગસ ટી.ટી.ઓ. ફોર્મ તથા ફોમ નં.35 અન્ય ડોક્યુમેંટમા ખોટી સહીઓ કરેલ છે.
બાદમાં બેંકમાં વિગત રજૂ કરનારને પૂછતાં જણાવેલ કે, આર.ટી.ઓ. કચેરીમાં રજુ થયેલ તમામ ડોક્યુમેન્ટ તેમના મિત્ર ઇમરાનભાઇએ મોકલેલ હતાં. જેથી ફરિયાદીની રજીસ્ટર કાર તેમના ભાગીદાર કૃણાલ પાટડીયાએ અન્ય શખ્સો સાથે મળી બોગસ દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટ બનાવી આર.ટી.ઓ.મા ડોક્યુમેન્ટ રજૂ કરી પચાવી પડવાનું કાવતરૂ કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.