ભાવનગર - બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે દક્ષેશ મણિયા ની બિનહરીફ વરણી થઈ - At This Time

ભાવનગર – બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે દક્ષેશ મણિયા ની બિનહરીફ વરણી થઈ


ભાવનગર - બોટાદ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે દક્ષેશ મણિયા ની બિનહરીફ વરણી થઈ

ભાવનગર-બોટાદ ડીસ્ટ્રીકટ કેમિસ્ટ એસોસિયેશનની ચૂંટણી જાહેર થતાં કુલ ૧૦ ઉમેદવારો દ્વારા ચૂંટણી લડવા માટે ફોર્મ લેવાયા હતા અને ચૂંટણી પ્રક્રીયા થાય તેવી સંભાવના પ્રબળ હતી પરંતુ સંસ્થાના વડીલો દ્વારા દરેક ઉમેદવારોને સમજવામાં આવ્યા હતા અને સંસ્થાના હિતમાં નિર્ણય લેવાય તે માટે વિચાર વિમર્શ કર્યો હતો જેના અંતે દક્ષેશભાઈ માધવજીભાઈ માણિયા ને સંસ્થામાં ૧૬ માં વર્ષે ડીસ્ટ્રીકટના સમરસ પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.
દક્ષેશભાઈ માણિયાને બોટાદમાં *પટેલ ડ્રગ હાઉસ* પેઢી છે, તેમજ જીનીયસ ઈન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. તેઓ છેલ્લા ૧૧ વર્ષથી બોટાદ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ પદ પર છે, તેમજ વર્ષ ૨૦૧૯ થી તેઓ *ગુજરાત કેમિસ્ટ ફેડરેશનના સહ મંત્રી* તરીકે સેવા આપે છે.
તેમની વરણી ને બોટાદ તથા ભાવનગર કેમિસ્ટ એસોસિએશન ના તમામ હોદેદારોએ -સભ્યોએ આવકારી અભિનંદન પાઠવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.