રાજકોટમાં ચીક્કાર નશામાં રેસ્ટોરન્ટ સંચાલકે કાર હંકારી, ત્રણ વાહનોને હડફેટે લઈ ભાગી છૂટ્યો : મહિલાને ઇજા - At This Time

રાજકોટમાં ચીક્કાર નશામાં રેસ્ટોરન્ટ સંચાલકે કાર હંકારી, ત્રણ વાહનોને હડફેટે લઈ ભાગી છૂટ્યો : મહિલાને ઇજા


ગઇકાલે રાત્રીના ટ્રાફિકથી ધમધમતા કે.કે.વી.હોલ ચોક પાસે ચિક્કાર નશાની હાલતમાં કાર લઇ નિકળેલા રેસ્ટોરન્ટ સંચાલકે એક બાદ એક ત્રણ વાહનને હડફેટે લીધા હતા. જેમાં એક મહિલાને ઇજા પણ થઈ હતી. અન્ય વાહન ચાલકો, રાહદારીઓ, ટ્રાફિક પોલોસની ટીમે કારને રોકવા છતાં ચાલક રોકાયો નહોતો અને બીઆરટીએસ બસ રુટ પર પૂરપાટ ઝડપે કાર ચાલવી ફરાર થઈ ગયો હતો. જેને આગળ જતા પોલીસની ટીમે દબોચી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અને નજરે જોનારા લોકોએ જણાવ્યા મુજબ, સાંજે 7.30 વાગ્યાં આસપાસ આ બનાવ બનેલો. કાલાવડ રોડ ઉપર કેકેવી ચોક નજીક મહિન્દ્રા કંપનીની એક્સયુવી -700 કાર જીજે 18 બી. એસ. 2204 પૂરપાટ ઝડપે આવી હતી. તેના ચાલકે એક બાદ એક ત્રણેક વાહનોને હડફેટે લીધા હતા. જેથી નાસભાગ મચી ગઈ હતી. ઘટનામાં સગુણાબેન શાપરિયાને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ વખતે અકસ્માત સર્જી કારના ચાલકને સ્થાનિક લોકોએ અને ત્યાં હાજર ટ્રાફિક બ્રિગેડે અટકાવ્યો હતો. રીક્ષા ચાલકે રીક્ષા આડી રાખી કાર અટકાવી હતી પણ બેફામ બનેલા કાર ચાલકે રીક્ષાને ઠોકર મારી કાર બીઆરટીએસ રૂટ પર હંકારી મૂકી હતી.
આ અંગે તુરંત કંટ્રોલમાં જાણ કરાઈ હતી. માલવીયાનગર પોલીસના સ્ટાફે કાર ચાલકને થોડે દૂરથી પકડી લઇ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજ અનિલભાઈ ગામી (ઉ.વ.28, રહે. સદગુરુ પેલેસ એપાર્ટમેન્ટ, કેકેવી ચોક પાસે, 150 ફૂટ રિંગ રોડ) હોવાનું જણાવ્યું હતું.
કારચાલકને પોલીસ સ્ટેશન લાવતા ચિક્કાર દારૂ પીધેલો હોવાનું જણવા મળતા તેની સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ તેમજ અકસ્માતનો ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, કાર ચાલક રાજને કોચોકમાં ગજાનંદ પૌઆ નામે રેસ્ટોરન્ટ છે.નશો કરીને રાજ ગામી ક્યાં જતો હતો, દારૂ ક્યાંથી આવ્યો હતો? તે સહિતના મુદ્દે પોલીસે તપાસ કરશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.