પાર્થ નવોદય તાલીમ વર્ગ દ્વારા નવોદય પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ દ્વારા નવોદય પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય પ્રવેશ પરીક્ષાની તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ ૨૦ મી જાન્યુઆરીના રોજ નવોદયની પરીક્ષા હોવાથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.OMR સિટ કેવી રીતે ભરવી, ગોળ રાઉન્ડ કરવા, કેટલા સમયમાં પ્રશ્ન પૂરા કરવા, સમય મર્યાદામાં પેપર કેવી રીતે લખવું અને ભૂલ રહિત કેવી રીતે લખી શકાય તેવી ઝીણવટ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. સંજેલી તાલીમ કેન્દ્ર ખાતે દિલીપકુમાર મકવાણા, સુખસર કેન્દ્ર ખાતે રાજુભાઈ મકવાણા, મોરા કેન્દ્ર ખાતે અશ્વિનભાઈ સંગાડા, રંધિકપુર કેન્દ્ર ખાતે ચેતકભાઈ ચરપોટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગના સંચાલકે પરિક્ષાની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.