બોટાદ દશેરાએ મોટીવાડીમાં માઁ યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું - At This Time

બોટાદ દશેરાએ મોટીવાડીમાં માઁ યુવક મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું


(કનુભાઈ ખાચર દ્વારા )
અધર્મ પર ધર્મના વિજયને વધાવતા દશેરાના પાવન પર્વના દિવસે મોટીવાડી વિસ્તારના માઁ યુવક મંડળ દ્વારા ‘શસ્ત્ર પૂજન'નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૫૦ વધારે સ્થાનિક રહીશો દ્વારા માઁ મહાકાળી માતાજીની પૂજા અર્ચના કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ધર્મના રક્ષક શસ્ત્રોનું અબીલ ગુલાલ અને પુષ્પો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. માનવ જીવન અને સ્વ રક્ષા માટે શાસ્ત્રોના કલ્યાણકારી ઉપયોગના શપથ સાથે સમાજના સર્વાંગી આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. છેલ્લા ૧૫ વર્ષથી વધારે માઁ યુવક મંડળ દ્વારા ગરબીનું ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવે છૅ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.