વિશ્વ સ્તર ની વિવેકાનંદ નેત્ર મંદિર "પ્રારંભ" હોસ્પીટલ ના લોકાર્પણ પૂર્વે પટાંગણ માં સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૧ વૃક્ષો રોપી વૃક્ષારોપણ કર્યુ - At This Time

વિશ્વ સ્તર ની વિવેકાનંદ નેત્ર મંદિર “પ્રારંભ” હોસ્પીટલ ના લોકાર્પણ પૂર્વે પટાંગણ માં સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૧ વૃક્ષો રોપી વૃક્ષારોપણ કર્યુ


વિશ્વ સ્તર ની વિવેકાનંદ નેત્ર મંદિર "પ્રારંભ" હોસ્પીટલ ના લોકાર્પણ પૂર્વે પટાંગણ માં સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૫૧ વૃક્ષો રોપી વૃક્ષારોપણ કર્યુ

સુરત. સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પીટલ ના લોકાર્પણ અવસરે હોસ્પીટલ ના પટાંગણ માં ભારતની પ્રખ્યાત વર્ષ ના ૩૬૫ દિવસ વૃક્ષા રોપણ કરતી સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ના ૫૫ સભ્યો ની ફૌજ દ્વારા ૧૫૧ વૃક્ષો રોપીને કર્યુ મહા વૃક્ષા રોપણ દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના સાથે ૨૪૦ મિનિટ માં જ અધધધ ૧૫૧ વ્રુક્ષો નું રોપણ કરી રેકર્ડ સર્જતી ગ્રીન આર્મી ઉલ્લેખનીય બાબત એ છે કે નવસારી જીલ્લાના ના સુપા ગામ ખાતે આગામી તા.૧૫/૧૨/૨૪ ના રોજ વિશ્વ સ્તર ની આંખ ની અદ્યતન ટેક્નોસેવી સાધનો સાથે સુસજ્જ થનાર સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર "પ્રારંભ" હોસ્પીટલ લોકાર્પણ અવસર પૂર્વે જ ગ્રીન આર્મી ના ૫૫ સભ્યો એ માત્ર ચાર જ કલાકમા ૧૫૧ વુક્ષૉ રોપી રેકર્ડ સર્જ્યો હતો. ગ્રીન આર્મી હોસ્પીટલ ના પટાંગણ માં કોઇપણ જાતની કે અગાઉ ની તૈયારી વગર વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં પહોંચી સ્વામી વિવેકાનંદજી ના આપેલ મંત્ર "ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો" ને હ્ર્દય માં ઉતારી સેવા ને સાર્થક કરવા તમામ સભ્યો ખભે ખભો મિલાવીને વૃક્ષો રોપવા અવિરત જોતરાઈ ગયા હતા અને જોત જોતામાં હારબંધ ૧૫૧ વ્રુક્ષો ની હારમાળા સર્જી દીધી હતી હૉસ્પિટલ અને આવનાર સમય માં આવતા દર્દીઓને મીઠો છાયો મળે પંખી ઓને ઘર અને ભોજન મળે તેવા હેતુસર નું સેવાકાર્ય અર્પણ કર્યું હતું. આ ઉત્સાહ સંસ્કૃતિ પ્રકૃત્તિ અને પર્યાવરણ જળવાઈ તેનો હતો આ ઉમંગ સેવા સંપ સહકાર મજબૂત સંગઠન ની નિસ્વાર્થ સેવાકાર્ય માં ધારેલ સપના સંપન્ન થાય છે ત્યારે ગ્રીન આર્મી ગૃપ પરીવાર ના દરેક સભ્યો દિલ ખોલી ને નાચી ઉઠે છે.સલામ છે ગ્રીન આર્મી ની વંદનીય પ્રવૃત્તિ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.