પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરતા સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર - At This Time

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરતા સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર


અવસર લોકશાહીનો,ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨

મુક્ત,સ્વતંત્ર,પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે આપ્યું માર્ગદર્શન

ગોધરા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા શ્રી અજય વી.નાયકની સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા શ્રી દીપક મિશ્રાની સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બંને નિરીક્ષકશ્રીઓ આજે પંચમહાલ આવી પહોંચ્યા હતા અને ગોધરા સ્થિત કલેકટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
બંને સ્પેશિયલ ઓબ્ઝર્વરશ્રીઓ દ્વારા પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણી મુક્ત,સ્વતંત્ર,પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ઈ.વી.એમ. મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓએ પાંચ વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર્સ પાસેથી તેમના અનુભવો જાણ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુજલ મયાત્રાએ આ તકે પંચમહાલ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ અને દાહોદ પોલીસ અધિક્ષકશ્રીઓએ જિલ્લામાં ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે માહિતી રજૂ કરી હતી.
આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર્સ સર્વશ્રી ડૉ.કે.વાસુકી, શ્રી , શ્રી શક્તિસિંહ રાઠોર, શ્રી દેબાજ્યોતિ દત્તા, ખર્ચ ઓબ્ઝર્વર્સ સર્વશ્રી આર.સી.ચેતન, શ્રી અનુજ ગર્ગ, પોલીસ ઓબ્ઝર્વર્સશ્રી રાહુલ શર્મા, પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષિત ગોસાવી, દાહોદ પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા, પંચમહાલ પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા ગુપ્તા સહિત ચૂંટણી માટે નિમાયેલ વિવિધ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.