મનપાએ ભરતી કરેલા નવા 50 કર્મીના રાજીનામા, વેઈટિંગના ઉમેદવારોને તક
30 જુનિયર ક્લાર્ક અને 20 ફિમેલ હેલ્થ વર્કરે રાજીનામા આપી દેતા નિર્ણય.
રાજકોટ મહાનગરપાલિકાએ તાજેતરમાં લીધેલી ભરતી પરીક્ષામાં જે ઉમેદવારો સફળ રહ્યા તે પૈકી મોટી સંખ્યામાં ઉમેદવારોએ ફરજ પર આવ્યા બાદ તુરંત જ રાજીનામા ધરી લીધા છે. આ પાછળ અન્ય રોજગારની તકો અથવા તો વધુ સારી પોસ્ટની પરીક્ષા પાસ કરાઈ હોય તેવું મનાય છે. જો કે આ કારણે સ્ટાફની ફરી અછત થઈ છે પણ નવેસરથી ભરતીને બદલે મનપાએ વેઈટિંગ લિસ્ટને જ અગ્રતા આપી છે. રાજકોટ મહાનગરપાલિકાએ 2021માં જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ઉમેદવારોની સંખ્યા વધુ રહેતા રાજકોટ સિવાયના શહેરોમાં કેન્દ્રો રાખવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.