સાદ કર્યો તો પણ તે બાઇક કેમ ઉભી ના રાખી કહી પીજીવીસીએલ કર્મી પર ધોકાથી હુમલો
માધાપર ચોકડી પાસે બાઇક ઉભી રાખવા મામલેપીજીવીસીએલ કર્મી પર અજાણ્યાં કાર ચાલકે હુમલો કરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધાયો હતો. બનાવ અંગે અયોઘ્યા ચોક પાસે યાગરાજનગરમાં રહેતાં ભાવેશભાઇ દિનેશભાઈ બલદાણીયા (ઉ.વ.33) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યાં કાર ચાલકનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે, મોરબીના લજાઇ ગામે પી.જી.વી.સી.એલ.માં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે.
ગઈકાલે સવારના અગીયારેક વાગ્યા આસપાસ તેઓ નોકરી ઉપરથી પરત આવી બેડી ચોકડી પાસે રાખેલ પોતાનું બાઇક લઈ માધાપર ચોકડી તરફ આવવા નીકળેલ ત્યારે બેડી ચોકડી પાસેથી એક અજાણ્યાં કાર ચાલકને કોઇ ગેરસમજ થતાં તેની પાછળ આવી માધાપર ચોકડી પહેલા મોરબી બાયપાસ રોડનો બ્રીજ ચડતા પહેલા ડાબી બાજુ મનહરપુર-ર તરફ જવાના રોડ ઉપર કાર ચાલકે તેની ગાડી સાઇડમાં રાખી તેમની પાસે આવેલ કહેવા લાગેલ કે, તમને મેં બેડી ચોકડી પાસે ઊભાં રહેવા સાદ પાડેલ પરંતુ
તે બાઇક કેમ ઉભુ નહી રાખેલ કહીં ગાળો બોલવા લાગેલ જેથી તેને ગાળો બોલવાની ના પાડતા કાર ચાલક ઉશ્કેરાયો હતો અને કારમાંથી ધોકો કાઢી ગાલના ભાગે તથા હાથના કાંડા પાસે મારેલ હતું. બનાવ સ્થકે લોકો એકઠાં થઈ જતા કાર ચાલક નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે અરોપીની ઓળખ મેળવી શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.