પધારો અમારા ગામ મા ખાડા નગરી મા વિસાવદર તમારું સ્વાગત છે હાડકાના દુખાવો કરવો હોય તો વિસાવદરના રોડ રસ્તાઓ પર ચાલો
હાડકાના દુખાવો કરવો હોય તો વિસાવદરના રોડ રસ્તાઓ પર ચાલોડીમોલેશન વખતે પ્રજા પર રોફ જમાવતા અધિકારીઓને ખાડા નથી દેખાતાવિકાસથી વંચિત એવા વિસ્તારના નેતાઓ અને અધિકારીઓ રોડ પરના ગાબડાઓમાં કુંભકર્ણની ઉંઘમાં પોઢી ગયા હોય એવું જનતા બોલે છે.ચૂટાયેલા નેતાઓ અને સરકારી બાબુઓ જે થોડા સમય પહેલા સ્વચ્છતા અભિયાન ના મસમોટા ફોટા પડાવેલા એ હવે આ રોડ પરના ખાડાઓ સાથે ફોટા પડાવે એવી લોકોમા માંગ ઉઠી છે.વિસાવદરના વિવિધ રોડ પર પડેલા ખાડાઓ જાણે વિકાસની નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે.એવુ લાગી રહ્યું છે.બસ સ્ટેન્ડ ની આસપાસનો રોડ, કાલસારી રોડ તેમજ જુનાગઢ રોડની હાલત બિસ્માર છે.વિસાવદરના લોકોને પહેલેથી જ રોડ માટે હેરાનગતી ભોગવવી પડતી હોય છે.અત્યાર સુધી તો એક પક્ષના નેતાઓ સ્ટંટ કરવા ખાડા બુરતા હોવાના ફોટાઓ પડાવતા હવે તે ક્યાં ગાયબ થઈ ગયા તે ચર્ચાનો વિષય છે.આ રોડ રસ્તાઓ કોની જવાબદારીમાં આવે છે તે પણ શોધનો વિષય છે.ડીમોલેશન કરાવવા વખતે માપ સાઈઝ અને કાયદાનો રોષ જમાવતા પદાધિકારીઓ અત્યારે વિસાવદરના રોડ પર આવે તો ખબર પડે લોકો કેવી હાલાકી ભોગવવી રહ્યા છે.ખાડાઓ જાણે ઓર્થોપેડીક દવાખાના માટે વિસાવદરના નાગરિકો માટે ખુલ્લું આમંત્રણ હોય એવું લાગે છે.
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.