ખેડાપા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ - At This Time

ખેડાપા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભા યોજાઈ


ગ્રામજનોના ઘર આંગણે જઈ તેમની સમસ્યાઓનું નિવારણ અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંતરામપુર તાલુકાના ખેડાપા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ.

રાત્રી સભા દરમિયાન વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ચાલતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા ત્યારબાદ ગ્રામજનોએ કલેકટરશ્રી સમક્ષ સામૂહિક અને વ્યક્તિગત પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરશ્રીએ રાત્રી સભામાં રજૂ થયેલ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ,પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image