પિતાશ્રીની સ્મૃતિમાં પુત્રીરત્ન ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા "જળમંદિર" ચેકડેમનો જીર્ણોદ્ધાર - At This Time

પિતાશ્રીની સ્મૃતિમાં પુત્રીરત્ન ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા “જળમંદિર” ચેકડેમનો જીર્ણોદ્ધાર


પિતાશ્રીની સ્મૃતિમાં પુત્રીરત્ન ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા "જળમંદિર" ચેકડેમનો જીર્ણોદ્ધાર

રાજકોટ પિતાશ્રીની સ્મૃતિમાં પુત્રીરત્ન ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા જળ મંદિર ચેકડેમનો જીર્ણોદ્ધાર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં છેલ્લા વર્ષમાં અનેક ચેકડેમોનો જીર્ણોદ્ધાર કરેલ છે. તેમજ ૧૧,૧૧૧ ચેકડેમ બનાવાવનો સંકલ્પ કરેલ છે, જેમાં ભાવનાબેન રાજુભાઈ વાછાણી દ્વારા તેમના પિતાશ્રી તેમજ પ્રતાપભાઈ પટેલ (ટર્બો બેરિંગ) ના વેવાઈ સ્વ.ચંદુભાઈ એન, કાછડિયા (પટેલ મેડીકલ-ધોરાજી) ની સ્મૃતિમાં ધોરાજી ફરેણી રોડ પર ચેકડેમ જીર્ણોધ્ધાર માટે યોગદાન આપેલ છે. જેનાથી શૂદ્ધ વરસાદી પાણીનો વિશાળ જથ્થો સ્ટોરેજ થવાથી સંગ્રહ થાય છે. જેનાથી ખેડૂતોને ખેતીમાં વરસાદી મીઠા પાણી ખેત ઉત્પાદનમાં મળવાથી ખેતીમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે અને સમગ્ર પર્યાવરણની રક્ષા સાથે પ્રકૃતિની રક્ષા થવાથી સૃષ્ટી પરના સર્વે જીવ-જંતુ, પશુ-પક્ષી અને માનવજાતને પાણી ખોરાક અને રહેણાંક સાથે સ્વતંત્રતા મળશે. જેમાં શાંતિલાલ વેગડ, વિશાલભાઈ વેગડ,ચંદુભાઈ વેગડ, પોપટભાઈ પટેલ, બાલાભાઈ મિસ્ત્રી વગેરે જેવા આગેવાનો હાજર રહેલ છે.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા (પ્રમુખ) તથા પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ,રમેશભાઈ ઠક્કર, વીરાભાઈ હુંબલ, પ્રતાપભાઈ પટેલ,જમનભાઈ ડેકોરા, સતિષભાઈ બેરા,પ્રકાશભાઈ કનેરિયા, જીગ્નેશભાઈ પટોળીયા,વસંતભાઈ લીંબાસીયા, ભરતભાઈ ગાજીપરા,વલ્લભભા કથીરિયા,બીપીનભાઈ હદવાણી, દિલીપભાઈ લાડાણી, જેરામભાઈ વાંસજાળિયા, ચંદુભાઈ વિરાણી, અરવિંદભાઈ પણ, ઉમેશભાઈ માલાણી, ગોપાલભાઈ બાલધા, શિવલાલભાઇ અદ્રોજા,રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુપતભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શિંગાળા, ભરતભાઈ, મહેન્દ્રભાઈ કાલરીયા, રતિભાઈ ઠુંમર સુંદર સંચાલન કરી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.