માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી પડે બાળકોનું જોખમ. - At This Time

માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી પડે બાળકોનું જોખમ.


*શું આવી રીતે ભણશે ગુજરાત..?*

માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં જોવા મળે છે.
શિક્ષણને ગુણવંત્તા યુક્ત બનાવવા માટે અવનવી પદ્ધતિઓ તો અપનાવવામાં આવે છે અને નવીન શિક્ષણની વાતો કંઈક અલગજ છે પણ શું વિધાર્થીઓની પ્રાથમિક જરૂરિયાત જ પુરી ના થાય તો પછી નવીન શિક્ષણ નીતિના દાવા ખોટા સમજો.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુરા ગામની પ્રાયમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં. ઘણીવાર અરજીઓ આપ્યા છતાં નવા બાંધકામ ની હજુય મંજૂરી મળી નથી. જે આશરે 6 વર્ષથી રીપેર કામ કરી કામ ચલાવવામા આવે છે. જો સંજોગવશ શાળાનું ધાબુ તૂટી પડે અને કોઈ બાળકને હાની પહોંચે તો જવાબદારી કોની?? ગત રાત્રીએ વરસાદ પડતાં સ્કૂલના ધાબા ના પોપડા તુટી પડતાં રૂમમાં વેર વિખેર થયું.સ્કૂલના મકાનનુ ધાબુ ગમે ત્યારે તુટી પડે અને કોઈ બાળકને નુકશાન થાય એની રાહ સરકાર જોઈ રહી છે કે શું? જર્જરીત મકાનની આવી હાલત હોવા છતાં બાળકો આજ શાળામાં ભણવા મજબૂર

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.