ઉના સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાની માંગણી કરતા સામાજિક કાર્યકર્તા અને સંવેદના ટાઇપના તંત્રી રસિકભાઈ ચાવડાએ ઉગ્ર રજૂઆત કરી
ઉના સ્યુગર ફેકટરી શરૂ કરી મો મીઠા કરવામાં આવે.
વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ સ્યુગર ફેકટરી શરૂ કરવા કહેલ..!
ઉના ના યુવા આગેવાન રસિક ચાવડા એ કરી સ્યુગર ફેકટરી શરૂ કરવા માંગ.
ઉના તાલુકા ની જીવાદોરી સમાન એક ઉદ્યોગ સ્યૂગર હતો અને અનેક લોકો ને રોજગારી મળતી.હાલ આ ફેકટરી બંધ છે.ઉના તાલુકા માં એક પણ ઉદ્યોગ હાલ નથી જેને કારણે આ વિસ્તાર ના યુવાનો ને રોજગારી માટે સુરત ભાવનગર રાજકોટ અમદાવાદ જેવા મહાનગરો માં હીરા ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ માં રોજગારી માટે જવું પડે છે.માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે ઉના માં એક સભા માં બોલિયા હતા કે હું ઉના ની જનતા ને મો મીઠા કરાવીશ.તેમના બાદ તેવો વડાપ્રધાન પણ બનિયા.પણ ઉના સ્યુગર ફેકટરી શરૂ ના થાય.હાલ માં જ કોડીનાર અને તાલાલા માં ઇન્ડિયન પોટાશ લી.દ્વારા સ્યુંગર ફેકટરી ચાલુ કરવાના છે ત્યારે ઉના તાલુકા ની બંધ સ્યુગર ફેકટરી ઈંડિયન પોટાશ લી.દ્વારા ચાલુ કરવામાં આવે તો આ વિસ્તાર ને ઉદ્યોગ મળે અને સ્થાનિક રોજગારી ની તકો પણ મળે એ માટે ઉના ના યુવા આગેવાન અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા એ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,ગુજરાત ના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્ર્વકર્મા ને સ્યુગર ફેકટરી શરૂ કરવા માંગ કરી છે.
7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે
