રાજકોટના ક્રિસ્ટલ મોલ પાસે કાર વહેલી સવારે ફૂટબોલની જેમ ઉછળીને ગોથા મારી ગઇ - At This Time

રાજકોટના ક્રિસ્ટલ મોલ પાસે કાર વહેલી સવારે ફૂટબોલની જેમ ઉછળીને ગોથા મારી ગઇ


મંગળવારે વહેલી સવારે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે એક કાર ગોથું ખાઇ ગઇ હતી. વહેલી પરોઢ હોવાથી લોકો મોટી સંખ્યામાં નહીં હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી. ઘટનાને નજરે નિહાળનારા લોકોમાં ચર્ચાતું હતું કે, કાર સ્પીડમાં હતી અને તેનું વ્હિલ ડિવાઇડરને અડી જતાં કારચાલક હેબતાઇ ગયો હતો અને બ્રેક મારવાને બદલે લિવર દબાઇ ગયું હતું અને કારની સ્પીડ વધી ગઇ હતી. કાર ડિવાઇડર સાથે અથડાઇને ઉછળી હતી અને બાદમાં ગોથાં ખાઇ ગઇ હતી. કાર સગીરવયનો શખ્સ ચલાવી રહ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.