ગાંધીનગર વિસ્તાર મા આજથી અવસર યોજના નો શુભારંભ - At This Time

ગાંધીનગર વિસ્તાર મા આજથી અવસર યોજના નો શુભારંભ


(એટ ધીસ ટાઈમ ન્યુઝ પુષ્પક શુક્લા ગાંધીનગર) "ગાંધીનગર શહેરી વિસ્તાર નાં 'સિનિયર સિટીઝન્સ'માટે આજથી 'અવસર' યોજના નો શુભારંભ કરાવતા મેયર મીરા બેન પટેલ." ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તાર નાં ૬૦ વર્ષ થી ઉપરના વ્યક્તિઓને ઘરબેઠા આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે આ માટે વડીલોએ પોતાના ઘરથી નજીક આવેલ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં આધાર કાર્ડ ની એક ઝેરોક્ષ સાથે રાખી અને ફોર્મ ભરીનોંધણી કરાવવાની રહેશે આ અંગેની નોંધણી પ્રક્રિયા ૧૩ ડિસેમ્બર થી શરૂ થઈ ગયેલ હોય ૬૦ વર્ષ થી ઉપરના તમામ વડીલો આ યોજનાનો લાભ લઈ શકશે આરોગ્ય લક્ષી તપાસ માટે લાભાર્થીઓના ઘરે આરોગ્ય કર્મીઓ મહિનામાં એકવાર મુલાકાત લેશે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ,ઓક્સિજન લેવલ, તેમજ અન્ય જરૂરી તપાસ કરીને પ્રાથમિક સારવાર આપવામાં આવશે વધારે સારવારની જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટર અથવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે 'અવસર' યોજના નો આજથી ગાંધીનગર મહા નગરપાલિકાના મેયર શ્રીમતી મીરાંબહેનબેન પટેલ દ્વારા આજથી શુભારંભ કરાયેલ છે.


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.