વડનગર નગરપાલિકાના તથા પ્રવાસન વિભાગ નો વહીવટ ખાડે ગયો - At This Time

વડનગર નગરપાલિકાના તથા પ્રવાસન વિભાગ નો વહીવટ ખાડે ગયો


વડનગર નગરપાલિકાના તથા પ્રવાસન વિભાગ નો વહીવટ ખાડે ગયો

* જૂની નગરપાલિકા ની પાસે ઊંચાઈ પર પાણી ની ટાંકી હતી તે ધ્વંસ કરી ને પરંતુ તે પાણી ટાંકી ને થી આખા વડનગર નગર માં પાણી મળતું હતું અને દરરોજ પાણી મળતું હતું. કોઈ પાણી ની તકલીફો ના હતી તેથી અત્યારે ઓતરા દિવસે પાણી મળે છે. તો વહીવટીતંત્ર દરરોજ પાણી મળે તે માટે કંઈ વિચારણા કરી ખરાં??? પ્રેરણા સ્કૂલ બનાવી ત્યારે કહ્યું હતું કે આ ટાંકી થી આખા વડનગર નગર માં પાણી દરરોજ મળતું હતું. અને પ્રેરણા સ્કૂલ બનાવવા થી ઉંચાણવાળા પર ટાંકી હતી તે ધ્વંસ કરી ને પ્રેરણા સ્કૂલ બનાવી તો અન આવડત ના કારણે આજે વડનગર ઓતરા દિવસે પાણી મળે છે.બીજા ગામડાં ઓ દરરોજ પાણી મળે છે. પી એમ નાં ગામ માં ઓતરા દિવસે પાણી મળે છે. તો પ્રવાસન પ્રવાસન કરી વડનગર નગર માં ઓતરા દિવસે પાણી કરી નાખવું તો પ્રવાસન તથા વહીવટી તંત્ર તથા આગેવાનો શું ધ્યાન રાખ્યું ૬ મહિના નું પાણી આપે છે અને ૧૨ મહિના નો વેરો લે છે. તો વડનગર પ્રવાસન વિભાગ ની મોટી મોટી વાતો કરે છે. પણ દરરોજ પાણી મળે તેવી સુવિધા માટે કોઈ પણ વહીવટી તંત્ર આ બાબત ધ્યાન આપ્યું ખરાં??
* વડનગર માં તળાવો વિશે વાત કરે છે. પરંતુ રાજા તળાવ ખોદકામ કરી ને કેમ બંધાવતા હતાં તે ખબર તો આજ કાલ ના એન્જિનિયર ઓ ને ખબર પડતી નથી કારણકે તળાવ ખોદકામ કરી ને બંધાવવા નું કારણ પશુ ઓ પક્ષી ઓના માટે તળાવ બંધાવવા આવતું હતું અને વડનગર માં વિષ્ણુપુરી તળાવ તથા કોઠા તળાવ જેવા તળાવ પશુ ઓ ને સ્નાન તથા પીવા માટે તળાવ બંધાવવા આવે છે. જે પશુપાલન કરતાં ને ૫૦૦ રૂપિયા નું પાણી ટેકર માગાવી ને પશુઓને પાણી થી સ્નાન‌કરવા છે. તેથી વહીવટી તંત્ર તથા પ્રવાસન વિભાગ ના અનધડ વહીવટી તંત્ર ને કારણે તળાવ માં પશુ ઓને સ્નાન કરવા નું બંધ થઈ ગયું પ્રજાજનો ને કપડા ધોવા નું બંધ કર્યું અને પાછું વડનગર ઓતરા દિવસે પાણી મળે ત્યારે ૧ કલાક ૧૦ મીનીટ પાણીમાં આપે છે. તેનું શું??? તળાવ ઓ પશુ ઓ માટે ‌હોય તે પણ બંધ કરી દીધું છે. તો વડનગર માં અન આવડત ના વહીવટી ના કારણે એ સમસ્યા વધી ગઈ છે. વહીવટી તંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જોવા મળે છે . કારણકે વહીવટી તંત્ર અધિકારી ઓ તથા પ્રવાસન વિભાગ એ જોયું ના કે આનો ઈતિહાસ શું છે નગર રચના કેવી છે. તે સંશોધનનો કર્યું જ નથી તો શું આ સંશોધન કરી ને સમસ્યા નુ નિરાકરણ લાવવા છે કે રામ રામ
* વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર યોજના ફેલ છે. તેનું કારણ કે એ છે અંડરગ્રાઉન્ડ ગટર ને કારણે વડનગર માં મકાનનો પાયા માં ગટર નું પાણી ઉતરી જાય છે તો કેટલાય વિસ્તારો માં મકાનનો પાયા પણ બેસવા લાગ્યા છે. તો પહેલા ની ખુલ્લી ગટરો ને કારણે મચ્છર નો ઉપદ્રવ વધ્યો ના હતો અને અત્યારે અંડરગ્રાઉન્ડ ગટર ને કારણે મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે તેથી રોગ ચાળો વધી જાય તેવી શક્યતા છે. ચીની યાત્રી યુ એન સંગ પણ વડનગર ની નગર રચના શ્રેષ્ઠ હતી તેવું ઈતિહાસ કહે છે. તો વડનગર નો ઈતિહાસ વહીવટી તંત્ર અનધડ આવડત ના કારણે ધ્વંસ થ ઈ ગયો તેવું દેખાઇ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.