જેતપુરમાં હનીટ્રેપ, કારખાનેદારને દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 હજાર પડાવ્યા
તા...28/03/2025
MUKTAR MODAN JETPUR
ATT THIS TIME NEWS
જેતપુરમાં રહેતા કારખાનેદારને હનીટ્રેપના ફસાવવાનું કાવતરું રચી ૫૦ હજાર રૂપિયા પડાવનાર જેતપુરની મહિલા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તમામને સકંજામાં લીધા છે.
મળતી વિગતો મુજબ જેતપુરમાં નવાગઢ રામજીમંદીર પાસે, સર્વોદય સ્કુલની સામે રહેતા અને ગઢની રાંગ ઈલાહી ચોક નવાગઢ ખાતે નંદગોપાલ પ્રીંટ નામે સાડી પ્રીન્ટીંગનું કારખાનું ચલાવતા અંકીતભાઈ જીતેન્દ્રભાઈ રાદડીયા, (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવીનભાઈ આંબલીયા,ભાજપ અગ્રણી કમલેશ પંડ્યાના પુત્ર તીર્થ હોટલના માલિક ઉદયભાઈ પંડ્યા માર્કેટીંગ યાર્ડ જેતપુર અંકુર ટ્રેડીંગના માલીક કીશનભાઈ રાદડીયા, રેશમાબેન ધવલભાઈ વેકરીયા અને ધવલભાઈ વેકરીયાનું નામ આપ્યું. છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા. ૨૦/૦૩/૨૦૨૫ના રોજ સાંજના ૬ વાગ્યે શ્રીજી સ્કુલ પાસે, અમરનગર રોડ, જેતપુર રહેતા ભાવીનભાઈ આંબલીયાનો અંકિતભાઈ ઉપર ફોન આવેલ અને જણાવેલ કે, મારી પાસે તારી એક મેટર આવેલ છે.ભાવીનભાઈ અંકિતના મીત્ર હોય જેથી મેટર શું છે? તેવું પૂછ્યું હતું ભાવીને કહ્યું કે તા.૦૧/૦૩/૨૦૨૫ ના રોજ સાંજના ૫ ને ૨૦ મીનીટ આસપાસ તું જેતપુરની તીર્થ હોટેલમાં રેશમા નામની છોકરીને લઈ ગયો હતો જે છોકરી તારા વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ કરવા માંગે છે. અંકીતભાઈએ ભાવિનને કહ્યું કે, હું કોઈ છોકરી સાથે નહી પરંતુ એકલો પણ ક્યારેય તીર્થ હોટેલમાં ગયેલ નથી અને હું કોઈ રેશ્માને ઓળખતો નથી. તમે તે છોકરીને કહી દો કે ફરીયાદ કરી દે મારા વિરૂધ્ધ નહીતર હું ફરીયાદ કરી દઈશ. ભાવીને કહ્યું કે ફરીયાદ નથી કરવાની મેં અત્યારે બધુ રોકાવી દીધું છે ભાવીને જણાવ્યું કે,હું તીર્થ હોટેલના સીસીટીવી ફુટેજ તપાસ કરાવી લવ છું એટલે સાચી હકિકત ખબર પડી જાશે. બાદ તે ભાવીનભાઈનો અંકિત ભાઈ ઉપર પાછો ફોન આવેલ અને જણાવેલ કે, તું તીર્થ હોટેલના સીસીટીવીમાં ચોખ્ખો દેખાય છે ત્યાર બાદ ઉદયભાઈ પંડયાનો ફોન આવ્યો અને તેણે પોતાની ઓળખ તીર્થ હોટેલના માલિક તરીકે આપી ભાવીનભાઈ આંબલીયા તારા સીસીટીવી ફુટેજ લઈ ગયેલ છે તું તારી રીતે તારૂં જે કાઈ હોય તે તેમની સાથે સમજી લેજે તેમ વાત કરી હતી. ફોન કાપી નાખેલ. બાદ રાત્રીના ભાવીને ફરી અંકિતને ફોન જે છોકરીને તીર્થ હોટેલની રૂમમાં લઈ જાય છે અને તેની પાસેથી રોકડા ૫૦ હજાર તથા એક સોનાનું બ્રેસલેટ સાડા સાત ગ્રામનું લઈ લઈ લીધું છે. અને છોકરી સાથે શરીરસંબંધ બાંધેલ છે અને છોકરી અત્યારે પ્રેગ્નેન્ટ છે. ભાવીને મને મેટર પતાવી દેવાની વાત કરી છોકરી પાસેથી જે કાંઈ લીધુ છે તે તું પાછુ આપી દેવા જણાવ્યું હતું. .જે બાબતે બન્ને વચ્ચે ત્રણ દીવસ સુધી સતત ફોન પર વાતચીત થયા બાદ ગઈકાલે તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ સાંજે નવેક વાગ્યે જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડ ખાતે, અંકુર ટ્રેડીંગ ખાતે ૫૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. અંકીતભાઈ તેના કાકા પરેશભાઈ વશરામભાઈ રાદડીયા સાથે માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ અંકુર ટ્રેડીંગ ખાતે રૂપિયા આપવા ગયા હતા. જ્યાં ભાવીનભાઈ આંબલીયા તથા અંકુર ટ્રેડીંગના માલીક કીશનભાઈ રાદડીયા થોડીવાર બાદ ત્યાં એક મહિલા તથા ત્રણ અજાણ્યા શખસો આવ્યા હતા. ભાવીનભાઈએ જેની ઓળખાણ કરાવી હતી આ મહિલા રેશ્માબેન વેકરીયા તેની સાથે તેનો પતિ ધવલભાઈ વેકરીયા અન્ય બે શખ્સો જે દેસાઈ વાડી જેતપુર રહેતો દીવ્યેશભાઈ પ્રફુલભાઈ ઉસદડીયા અને બીજો શાંતીનગર, જેતપુર રહેતો ફેનીલ અશોકભાઈ બાબરીયા હોવાનું જણાવ્યું હતું. ૫૦ હજાર આપ્યા બાદ અંકિતે જયારે તીર્થ હોટેલના સીસીટીવી ફુટેજ બતાવવા વાત કરતા તે ફૂટેજ તેમની પાસે હતા નહીં આ ટોળકીએ અંકીતભાઈને ફસાવી ૫૦ હજાર પડાવી લેતા આ મામલે જેતપુર પોલીસે ગુનો નોંધી ટોળકીને સકંજામાં લીધી હતી.
9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે
