સાયલા નાં કાનપુર ની સીમમાં કોહવાયેલી યુવકની લાશ મળી આવી - At This Time

સાયલા નાં કાનપુર ની સીમમાં કોહવાયેલી યુવકની લાશ મળી આવી


સુરેન્દ્રનગર નાં સાયલા તાલુકાના કાનપુર ની સીમમાં બપોર પછી યુવકની કોહવાયેલી લાશ મળી આવી હતી. જેમાં યુવકની ઓળખ મળે તે માટે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતાં ભાડુકા ગામના વતની ગોવિંદભાઈ ચતુરભાઈ રીબડીયા જાણવા મળ્યું હતું. ઉંમર વર્ષ અંદાજે ૪૨ જેટલી હતી. તેમજ મૃતક વ્યક્તિની ઓળખ થતા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી .આ ઘટના અંગેની સાયલા પોલીસ સ્ટેશનને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ લાશને તપાસ અંગે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે મોકલી દેવામાં આવી હતી.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.