જાફરાબાદ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર લોકોએ ઠાલવ્યો આક્રોશ - At This Time

જાફરાબાદ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર લોકોએ ઠાલવ્યો આક્રોશ


જાફરાબાદ પાલિકાની પ્રિ મોન્સુન કામગીરી પર લોકોએ ઠાલવ્યો આક્રોશ

હાલ ચોમાસું બેસી ગયું છે. અને જાફરાબાદ નગરપાલિકા ના અણઆવડત ને લઈ પ્રિ- મોન્સુન કામગીરી નહિવત દેખાઇ રહી છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામાપીર મંદિર ની બાજુમાં કે જ્યાં વરસાદી પાણી ભરાતાં હોય અને આ પાણી ઓછું થાય ત્યારે કાદવકીચડ અને દુર્ગંધ મારતું ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા હોય ઘણા સમય પહેલા પાલિકા દ્વારા સોસખાડો બનાવવામાં આવ્યો હતો પરંતુ સોસખાડામા વરસાદી પાણી ભરાતાં અહીં સમતલ ભરેલા પાણીમાં જોઈ શકાતાં નથી જેને લઈ નાગરિકો નજીવી ભૂલ ના કારણે હાથ-પગ ભાંગી શકે આ ભરેલા પાણીના લીધે ક્યારે કોના માટે કાળ બને એ કોણ જાણે પણ જે પણ ઘટના ઘટશે એના માટે જવાબદાર કોણ હશે એ પણ સૌ સમજી શકો છો. આ રામાપીર મંદિર વિસ્તાર ના લોકો પોતાની જાતે સાફસફાઈ કરવામાં આવે છે. પરંતુ પાલિકા ને દરેક સ્તરે ટેક્સ ભરવા છતાં કાદવકીચડ માં રહેતા લોકો પાલિકા તંત્ર આ ભરેલા પાણીનો નિકાલ કરવામાં આવતા આંખ આડા કાન આ વિસ્તારમાં અમુક ઘરો નીચા હોવાથી વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં પણ હોય છે. આ ચોમાસાની સિઝન દરમિયાન રાત્રિના કોઈ કુદરતી ધોધમાર વરસાદ વરસ્યો અને કોઈ મોટી જાનહાનિ થઇ તો જવાબદારી કોની ? અહીં રહેતા લોકોને ઘરની બહાર નીકળતી વખતે મુશ્કેલી અનુભવી પડે છે. કારણકે અહીં કાદવકીચડ અને રહેણાંક મકાનોના ગટરોના દુર્ગંધ મારતાં પાણી માંથી ઘર સુધી જાવું પડતું હોય છે. અને આ ગંદવાડો લઈ ઘરમાં પ્રવેશ કરવો પડે છે. આ વરસાદી પાણી અને કાદવકીચડ ના લીધે કોઈ મોટો રોગચાળો ફેલાયો તો જવાબદારી કોની ? આ કાદવકીચડ માંથી નાના ભૂલકાંઓને સ્કૂલ મુકવા જાવા માટે પણ મુશ્કેલી અહીં ના રહીશો અનુભવી રહ્યા છે. અહીંથી પસાર થતાં રાહદારીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અતિશય ગંદવાડા ના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે અને નાગરિકો તથા નાના ભૂલકાઓ માં રોગચાળો ફેલાયો તો જવાબદારી કોની ? આ ગંદકી ના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે અને ડેંગ્યૂ , મેલેરીયા, જેવા તાવ , શરદી , ઉધરસ, કોલેરા, અન્ય બિમારીઓ પગપેસારો કરે તે પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા સામાકાંઠા વિસ્તારોમાં પોરાનાશક કામગીરી તેમજ પાલિકા દ્વારા ડીડીટી છંટકાવવાની કામગીરી કરવામાં આવે જેથી રોગચાળો ફેલાઇ નહીં કારણ કે સામાકાંઠા ઘણાખરા વિસ્તારોમાં વરસાદી પાણી તથા રહેણાંક મકાનોના ગટરોના પાણી નો ભરાવો થયો હોય ગંદકી થી મચ્છર માખીનો ઉપદ્રવ વધી રહ્યો છે. જેના લીધે રાત્રીના લાઇટ જાવાથી લોકોને મકાનના ધાબા ઉપર સુવું પણ મુશ્કેલ બની રહ્યું છે. નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા જ્યાં જ્યાં પણી ભરાયેલા વિસ્તારોની તાત્કાલિક મુલાકાત લઈ સાફસફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.