સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો* - At This Time

સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો*


દાહોદ : દાહોદમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય p તેમજ જિલ્લા ક્ષય તથા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના CHC ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વિવિધ તબીબો દ્વારા આયુષ્યમાન આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો.

જે દરમ્યાન મેડીસીનના ૧૨૨, સ્કીનના ૪૫, મેન્ટલ ૦૭, ડેન્ટલ ૧૪, સર્જરી ૧૦, ગાયનેક ૨૫, પીડિયાટ્રિક ૧૨, કાન ૦૮અને આંખના ૧૨ આમ વિવિધ વિભાગના ૨૫૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ નિમિત્તે લેપ્રસી અને ટીબી સુપરવાઈઝર સિકલસેલ કાઉન્સેલર, લેબોરેટરી ટેકનીશ્યન તેમજ સ્ટાફ નર્સ દ્વારા એચ.આઇ.વી, ટીબી,હિપેટાઇટિસ, રક્તપિત્ત તેમજ સિકલસેલ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ નિમિત્તે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રમન સામુહિક આરોગ્ય કેન્દ્ર અગાશવાણીના મેડિકલ ઓફિસર, RBSK નોડલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, અગાસવાણી સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.