ગીર મધ્યે કનકેશ્વરી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો મંગલ પ્રારંભ અષ્ટમી એ નવચંડી યજ્ઞ તથા નવમા નોરતે રામ નવમી ની ભવ્ય ઉજવણી - At This Time

ગીર મધ્યે કનકેશ્વરી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો મંગલ પ્રારંભ અષ્ટમી એ નવચંડી યજ્ઞ તથા નવમા નોરતે રામ નવમી ની ભવ્ય ઉજવણી


ગીર મધ્યે કનકેશ્વરી મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવ નો મંગલ પ્રારંભ .અષ્ટમી એ નવચંડી યજ્ઞ તથા નવમા નોરતે રામ નવમી ની ભવ્ય ઉજવણીચૈત્રી નવરાત્રી નો પ્રારંભ થતાં જ અનેકો અનેક માય ભક્તો ભક્તિના માહોલમાં છવાયા છે ત્યારે જુનાગઢના વિસાવદર તાલુકામાં ગીર મધ્ય કુદરતના સાનિધ્ય આવેલા કનકેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે અલૌકિક વાતાવરણ વચ્ચે બિરાજતા માં કનકેશ્વરીના મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન સાતમે, આઠમે, નવમા નોરતે વિશેષ ધાર્મિક કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે આ ઉપરાંત નવરાત્રી દરમિયાન દર્શનાર્થીઓને નિત્ય પૂજા અને મહા આરતી નો લાભ મળશે એમ શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ જણાવીને ભક્તોને પધારવા નિમંત્રણ પાઠવ્યો છે ચૈત્રી નવરાત્રી માં આજે પ્રથમ નોરતે સવારે કુંભ સ્થાપન કરી જય ભવાની જય કનકાઈ પરિવાર તરફથી માતાજીના મંદિરે ધ્વજા ચડાવાઈ હતીચૈત્રી સુદ આઠમ તારીખ 29 ને બુધવારે હવનાષ્ટમી નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 8:00 કલાકે પૂજા વિધિ પ્રારંભ થનાર હવન અષ્ટમી હોમાત્મક નવચંડી યજ્ઞમાં સ્વ શ્રી જસવંતીબેન અમૃતલાલ શાહ ના પુત્ર અનિલભાઈ પુત્રવધુ કિરણબેન પ્રપૌત્ર હાર્દિકભાઈ અને તેમના ધર્મપત્ની મોનિકાબેન મુખ્ય મનોરથી છે સાંજે ચાર કલાકે આ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવશે.આ ઉપરાંત તારીખ 30 ને ગુરુવારે સંત શિરોમણી સીતારામ બાપુ (શિવકુંજ આશ્રમ) જાળીયા પૂજ્ય વરુણાનંદ સરસ્વતીજી પૂજ્ય રામેશ્વરજી સરસ્વતીજીની ઉપસ્થિતિમાં સવારે 9:30 કલાકે શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે પૂજ્ય સંત શિરોમણી વિજય બાપુ સતાધાર વાળા ના પ્રમુખ સ્થાને આયોજિત સમારોહમાં રામનવમીના મનોરંથી રમેશભાઈ કરસનભાઈ પાનેરા તથા ભરતભાઈ રમેશભાઈ પાનેરા ની ઉપસ્થિતિમાં જુનાગઢ તથા ગીર સોમનાથ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ને અતિથિ વિશેષ પદે આમંત્રિત કરાયા છે 33 નવરાત્રી મહોત્સવની વિશેષ માહિતી માટે શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ,(કનકાઈ ગીર) મો.9933585333 નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.