લાઈસન્સ રદ કરાયું છતાં ઉત્પાદન કેમ ચાલુ રાખ્યું : કોર્ટ
હાઈકોર્ટે અધિકારીઓને કહ્યું, શું તમે આરોપીની મદદ કરી રહ્યા છો?
નાર્કોટિક્સ વિભાગે જપ્ત કરેલું એનપીપી નામનું ડ્રગ્સ બનાવવાનું કેમિકલ રાજકોટની સેમ ફાઈન ઓ કેમ નામની કંપનીમાં બનાવાયું હોવાનો ધડાકો થયો હતો. નાર્કોટિક્સ વિભાગે આ કેસ પીએમઓમાં રજૂ કરતા કાર્યવાહી માગવામાં આવી હતી તેથી કંપનીનું લાઇસન્સ રદ સહિતની કાર્યવાહી કરી પીએમઓમાં રિપોર્ટ કરવાનો છે તેવો ગંભીર પત્ર નાર્કોટિક્સ વિભાગે ગુજરાત સરકારને આપ્યો હતો.
આ પત્રને આધારે ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થને લાઇસન્સ રદ કરવા કહ્યું હતું પણ સ્થાનિક અધિકારીઓએ મિલીભગત કરી લાઇસન્સ રદ કરવામાં સમય કાઢ્યો તેમજ લાઇસન્સ રદ કર્યા બાદ પણ અમલવારી ન કરી આ દરમિયાન ફેક્ટરી માલિકે હાઈકોર્ટમાં સ્ટે માટે અપીલ કરી કોર્ટે સ્ટેટસ ક્વો એટલે કે જેમ છે તેમ જ રાખવા હુકમ કર્યો. આમ છતાં ફેક્ટરી ધમધમી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.