વિસાવદર તાલુકા ના ચાંપરડા બ્રહ્માંનંદ ધામમાં રાજગોર બ્રાહ્મણજ્ઞાતિ સેવા સઁધ ની સામાન્ય સભાં યોજાય
વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ વિદ્યા ધામના પ્રાર્થના ખંડમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘની સામાન્ય સભાનું આયોજન રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ સંસ્થાના શિલ્પી અને સમારંભના અધ્યક્ષ પૂ. મુક્તાનંદજી બાપુના આગમનને ગુજરાતના તમામ જિલ્લામાંથી પધારેલ સંધ વિભાગીય પ્રમુખશ્રી રા.બ્રા.જ્ઞાતિ કારોબારી સભ્ય તથા પ્રતિનિધિઓએ પોતાના સ્થાન ઉપર ઉભા રહી પૂ.બાપુનું અભિવાદન કરેલ. બાદ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી દિવ્યકાંતભાઈ જોશી સંધના પ્રમુખ શ્રી બંકિમભાઈ મહેતા ઉપ પ્રમુખ શ્રી વાસુદેવભાઈ જોશી મહા મંત્રી શ્રી સંજયભાઈ દવે સહમંત્રી જીતુભાઈ બોરીસાગર ખજાનચી ભવસુખભાઈ મંડીર સહ ઓડિટરશ્રી ભરતભાઈ જોશી તંત્રીશ્રી ભૂપતભાઈ મહેતા તમામ હોદ્દેદારો ને સાથે રાખી પૂ.સંત શ્રી મુકતાનંદજી બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયું અને સાધારણ સભાની શરૂઆત થઈ હતી જુનાગઢ જિલ્લાના સંધ વિભાગીય પ્રમુખશ્રી મનોજભાઈ વિકમાએ સભામાં પધારેલ તમામ જ્ઞાતિ બંધુઓનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ આપણી સંસ્કૃતિ મુજબ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ પૂ.બાપુને પુષ્પમાળા, શાલ તેમજ શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરેલ. તે જ રીતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું તમામ જિલ્લાના વિભાગીય પ્રમુખો વરદ હસ્તે સ્ટેજ પરના તથા મહેમાનોનું બુકે (પુષ્પ ગુચ્છ) અર્પણ કરી સન્માનિત કરેલત્યારબાદ જ્ઞાતિ સંઘના મહા મંત્રી શ્રી સંજયભાઈ દવેએ વર્ષ ૨૦૨૨-૨૩ નું વાર્ષિક હિસાબ આવક - જાવકનું સરવૈયું રજૂ કરેલ. તેમજ જ્ઞાતિમાં ઓ.બી.સી.ના લાભોથી વંચિત રહી ગયેલા પરિવાર માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. અને તમામ સંધ વિભાગીય પ્રમુખશ્રી તથા કારોબારીશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓને ખાસ અપીલ કરી હતી કે તમારા વિસ્તારમાં રહેતા કુટુંબ ના દરેક સભ્યોના ઓ. બી. સી. ના દાખલ કઢાવી લેવા અને ત્યારબાદ સંઘના ઉપપ્રમુખ વાસુદેવભાઈ જોશીએ અમદાવાદ વિધાર્થી ભૂવનના બાંધકામ વિશે માહિતી આપી હતી મેનેજિંગ ટ્રસ્ટી દિવ્યકાન્તભાઈ જોશી, હરિઓમ વૃદ્ધાશ્રમના સંચાલક કાળુભાઈ જોશી ટુંકમાં જ્ઞાતિ જોગ સંદેશ આપ્યો હતો અને પ્રમુખ બંકિમભાઇ મહેતા એ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ સંચાલિત રાજગોર બ્રાહ્મણ સમાચારના તંત્રી શ્રી ભૂપતભાઈ મહેતા એ દિવાળી વિશેષાંકમાં જાહેરાત પેટે રૂપિયા છ લાખ થી વધારે રકમ એકત્રિત કરેલ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને અંતમાં જણાવેલ કે, અમદાવાદ નવનિર્મિત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ ભવનનું કાર્ય પૂર્ણતાને આરે છે. સમાજ વધુ સંગઠિત અને મજબૂત કઈ રીતે બને તેની વિસ્તૃત માહિતી આપેલ. જ્ઞાતિના વિકાસ કાર્યોમાં હંમેશા યુવાન ભાઈ ઓ સહભાગી બની સમાજ ને મદદરૂપ બનવા અનુરોધ કરેલ. તાલુકા, જિલ્લા કક્ષાએ યુવા કમિટીઓ બનાવી જ્ઞાતિ હિતના કાર્યોની બેઠકો યોજવી જોઈએત્યારબાદ વિદ્યા ધામ ચાપરડાના શિલ્પી અને આજના સમારંભના અધ્યક્ષપૂ.સંત શ્રી મુક્તાનંદબજી બાપુ એ એમના આશીર્વચનમાં જણાવેલ કે આજની સભામાં જ્ઞાતિ સમાજ માથી બહોળી સંખ્યામાં જ્ઞાતિબંધુની ઉપસ્થિતિથી હું રાજીપો વ્યક્ત કરું છું. સાધુ જે સમાજમાં જન્મે તે સમાજનું ઋણ હોય. પરંતુ સંતો પ્રેરણા આપે કાર્ય વ્યવસ્થાપક કમિટિ કરે. સમાજનું ઋણ કોઈ દિવસ ભૂલાય નહીં. પૂર્વજોએ જે ઇમારત ઉભી કરી જ્ઞાતિનો વિકાસ કર્યો એટલે વડીલોના એ વારસાને જાળવવો, સમાનતાનો ભાવ રાખવો, સમાજને તન- મન- ધનથી મદદરૂપ બનો, સમાજના કલ્યાણ માટે ભગીરથ કાર્યો થઈ રહ્યા હોય તેમાં આહુતિઓ આપો બલ્કે સમાજ સેવાના કામ કરો સાથે દરેક વાત જીવન માં ઉતરો અને એ પ્રમાણે આચરણ કરો. ભાષા અને આચરણ વિવેક હોવો જોઈએ. જેઓ સમાજ ઉત્થાનના કામ કરી રહ્યા છે તેને આદર આપો, સંસ્કારોનું જતન કરો, આટલું આચરણ અવશ્ય રાખો. સમાજ વિકસિતના અનેક કામો છે જેવા કે સમૂહ લગ્ન, ખાસ ગરીબ પરિવારો માટે જરૂરી છે તો સમૂહલગ્નોત્સવ નું આયોજન કરો અને તેમાં યુવાન કાયૅકર ને કામગીરી આપો તથા જીવનસાથી પસંદગી મેળા, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસનમુક્તિ અભિયાન, દીકરા - દીકરીઓને વિદેશ ગમન માટે જરૂરી માર્ગદર્શન, જીવનલક્ષી સેમિનારો યોજી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડો. વડીલોએ સોંપેલી ધરોહરને વિકસાવો, કાર્યકર્તા કોને કહેવાય તેની તાલીમ આપો. તેમજ સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતો દ્રષ્ટાંતોના માધ્યમથી વિસ્તૃત વાતો દ્વારા પૂ. બાપુએ આશીર્વચન પાઠવેલઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન સંઘ પૂર્વ પ્રમુખશ્રી ભીખુભાઈ જોશી તથા ગુણવંતભાઈ ભરાડ પૂર્વ સંધ મહામંત્રી ધીરૂભાઈ મહેતા તથા બાબુભાઈ જોશી તથા સંધ પૂર્વ પ્રમુખ પરશુરામભાઈ બોરીસાગર તથા ગીજુભાઈ વિકમા તથા સંધ પૂર્વ તંત્રીશ્રી ભાનુભાઈ પંડ્યા તથા જીતુભાઈ ચાવડાગોર તથા જ્ઞાતિ અગ્રણી વિનુભાઈ ચાંવ, વિનુભાઈ જોશી,(અકીલાના પત્રકાર) નરેશભાઈ મહેતા (અંબાજી) તેમજ અશોકભાઈ પંડ્યા તથા ભાવેશભાઈ બોરીસાગર તથા દરેક જિલ્લાના વિભાગીય પ્રમુખશ્રીઓ ગોરધનભાઈ બામટા, રાજુભાઈ વિકમા, મનોજભાઈ તેરૈયા, હરેશભાઈ મહેતા,રાજનભાઈ મહેતા, મહેશભાઈ શીલું, ગુણવંતભાઈ મહેતા, અશ્ર્વીનભાઇ શીલુ, મનુભાઈ રવિયા, મનોજભાઈ વિકમા, પ્રતિકભાઈ જોશી, રમેશભાઈ વરડાંગર, રસિકભાઈ મહેતા તમામ શહેર તથા ગ્રામ્ય વિભાગીય પ્રમુખશ્રી તથા કારોબારીશ્રીઓ તથા પ્રતિનિધિશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાયૅક્રમનું સુંદર સંચાલન સંધ સહમંત્રી જીતુભાઈ બોરીસાગર એ કરેલ હતું અને અંતમાં આભાર વિધિ આનંદધારાના પ્રતિનિધિ ભાનુભાઈ જોશી એ કરેલ તેમજ કાયૅકમને સફળ બનાવવા માટે ભાવેશભાઈ બોરીસાગર મંત્રી શ્રી વિધાર્થી ભૂવન જુનાગઢ અને અશોકભાઈ પંડ્યા એ પુરતો સહયોગ આપ્યો હતો અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ મહામંત્રી બાબુભાઈ જોશી રાજકોટ કાયૅકમને સફળ બનાવવા માટે પુરતું માગૅદશૅન આપેલ હતું તથા સંસ્થાના નિયામક અજુૅનસિંહ રાઠોડ તથા એડ્મિનિસ્ટ્રેટર કમલેશભાઈ ધાધલ તથા ભોળાભાઈ બોરીસાગર તથા રતિભાઈ જેઠવા તથા સંસ્થાના પ્રિન્સિપાલ ભાવીકભાઈ જોશી તથા તથા વ્યવસ્થાપક કાયૅમાં સહયોગી દિપકભાઈ તેરૈયા તથા રાહુલભાઈ વિકમા તથા કરણભાઈ વિકમા એ પૂરતો સહયોગ આપીને કાયૅકમ ને સફળ બનાવ્યો અને અંતમાં ભોજન પ્રસાદ લઈ સહુ જ્ઞાતિબંધુ છૂટા પડ્યા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.