ધંધુકા ખોડકીયા પરિવાર દ્વારા રામી જ્ઞાતિની વાડીમાં આવતી કાલે તારીખ 21 થી તારીખ 23 સપ્ટેમ્બર સુધી ગુરુ હનુમંત કથાનું આયોજન
ધંધુકા માળી વાળાના ખોડકીયા પરિવારના દ્વારા રામી જ્ઞાતિની વાડીમાં આવતીકાલે તારીખ 21 થી તારીખ 23 સપ્ટેમ્બર સુધી ગુરુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે
કથાકાર ભાવેશ બાપુ કથાનું રસપાન કરાવશે.
સતત ત્રણ દિવસ ધાર્મિક કથામાં હનુમાનજી ના હનુમાનજીની કથાના પ્રસંગો ઉજવાશે
અમદાવાદ જિલ્લાના ધંધુકા શ્રી રામી જ્ઞાતિની વાડી સ્વામિનારાયણ મંદિર પાછળ ખાતે આવતીકાલે તારીખ 21/ 22/ 23 ના રોજ ગુરુ હનુમંત કથાનું સવારે 9:00 થી 12 અને બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કથાનું રસપાન વક્તા ભાવેશ બાપુ કરાવશે.આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કથા દરમિયાન યોજાશે.જેમાં હનુમાનજી જન્મોત્સવ, હનુમંત ગુરુ મિલાપ, હનુમાનજી શ્રી રામ મિલાપ,હનુમાનજી માતા સીતા દર્શન અને હનુમાનજી પર્વત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગનું સ્વ ભગવાનભાઈને શ્રાદ્ધમાં ભેળવવાની વિધિ તારીખ 23મી સપ્ટેમ્બર સોમવારે રાખી હોવાનું ધંધુકા માળી વાળાના ખોડકીયા પરિવારના ગંગાસ્વરૂપ હિરાબા ભગવાનભાઈ, શ્રી બાલકૃષ્ણભાઈ ભગવાનભાઈ ખોડકિયા,દલસુખભાઈ ભગવાનભાઈ ખોડકીયા, જમનાદાસ ભગવાનજીભાઈ ખોડકીયા તથા અશ્વિનભાઈ ચમનભાઈ ખોડકીયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે .હનુમંતગુરુ કથા કાર્યક્રમને સફળ બનાવવા ખોડકિયા પરિવાર તથા સમગ્ર રામી માળી સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.