જીલ્લામા રોડ સેફટી ડ્રાઈવ અંતગર્ત હાઈવે સહિતના સ્થળો પર ચેકિંગમાં 40 થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી. - At This Time

જીલ્લામા રોડ સેફટી ડ્રાઈવ અંતગર્ત હાઈવે સહિતના સ્થળો પર ચેકિંગમાં 40 થી વધુ વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી.


બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા પોલીસવડા હરેશ દૂધાતના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લાના પોલીસ મથકો અને પોલીસ તંત્ર દ્વારા આ બાબતની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ફૂલ સ્પિડે વાહન હાંકતા ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો જિલ્લામાં 22 થી 24 જુલાઇ દરમિયાન આ ડ્રાઇવમાં 16 વાહનચાલક સામે ફરિયાદો નોંધવામાં આવી હતી જ્યારે સ્પિડગન દ્વારા પણ સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે સહિનતા માર્ગો પર કાર્યવાહી કરાતા નેશનલ હાઇવે ઉપર અંદાજે 100 થી વધુની સ્પિડે જતા 7 વાહનચાલક ઇ ચલણ ફટકારવામાં આવ્યા હતા જ્યારે 16 વાહનચાલકોને રૂ. 2000 લેખે રૂ. 32,000 નો દંડ તેમજ ડ્રન્ક એન્ડ ડ્રાઇવનો 1 કેસ કરાયો હતો આ ઉપરાંત જુદા જુદા નિયમોનો ભંગ કરતા 16 ચાલકોના વાહનો ડિટેઇન કરાયા હતા હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પિડ વાહન ન ચલાવવું, લાઈસન્સ સહિત અગત્યના કાગળો સાથે રાખવા, રાત્રે ડેજનિંગ લાઇટનો ઉપયોગ ન કરવો, નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ ન કરવું, 3 સવારીમાં બાઇક ન ચલાવવું, રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું, મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ ન કરવો, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ ન કરવો તેમજ ફોરવ્હીલમાં ડાર્ક ફિલ્મનો ઉપયોગ ન કરવો સહિતની બાબતોની વાહનચાલકોએ તકેદારી રાખવી પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.