અરવલ્લી જીલ્લામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેતા સાજિદા બેન, દીકરા ફેઝલનું નિઃશુલ્ક ઓપરેશન થતાં હાશકારો અનુભવ્યો.
આરોગ્યલક્ષી સેવાઓ થકી છેવાડાના માનવીની દરકાર કરવા બદલ સાજિદા બહેન અને તેમના દીકરા ફેઝલે સરકારનો માન્યો આભાર
દેશના દરેક વર્ગને વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના છે, જેના દ્વારા કરોડો ઓછી આવક ધરાવતા અને મધ્યમ વર્ગના લોકોને ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળી રહ્યો છે. કેન્દ્રની મોદી સરકારે 23 સપ્ટેમ્બર 2018ના રોજ આ યોજના શરૂ કરી હતી.આજે દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાભ લઇ શકે છે.
અરવલ્લી જીલ્લાના ટીંટોઈના વતની લાભાર્થી સાઝિદાબહેન તેમના દિકરા ફેઝલની નિઃશુલ્ક સારવાર થતાં સરકારનો આભાર માને છે. તેઓ જણાવે છે કે તેમનો દીકરો શાળામાં રમતા રમતા ઇજા થયેલી અને તેની સારવાર કરાવવા માટે શ્રીનાથ હોસ્પીટલ મોડાસા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અને તેની સારવાર સરકારશ્રીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી નિઃશુલ્ક થઈ છે. અને આજે તેમનો દિકરો સ્વસ્થ થયો છે અને સરકારની આ યોજના નો લાભ લેવો તેવી અપીલ કરતા અને સરકારનો આભાર માન્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.