જૂની પાદરડી પ્રા.શાળા ખાતે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના પ્રણેતા ગિજુભાઈ બધેકા તેમજ ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાના જન્મ દિવસની ઉજવણી કરાઈ… - At This Time

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના પ્રણેતા ગિજુભાઈ બધેકા તેમજ ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાના જન્મ દિવસની ઉજવણી કરાઈ…


જૂની પાદડી પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના પ્રણેતા ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર 1885 તેમજ ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાના 15 નવેમ્બર 1875 જન્મદિવસની ઉજવણી કરાઈ. જેમાં ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને ગિજુભાઈ બધેકાના જન્મ, બાળપણ, વ્યવસાય ઉપરાંત તેમના શિક્ષણ ક્ષેત્રે યોગદાન વિશે જણાવ્યું હતું. તેઓ હાઇકોર્ટેમાં વકીલાત કરતા હતા. પરંતુ 1923 માં પોતાના પુત્રના જન્મ પછી તેમને બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી હતી. જેમાં તેમના દ્વારા લખાયેલા પુસ્તકોમાં શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫), માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો, આ તે શી માથાફોડ ? (૧૯૩૪), શિક્ષક હો તો (૧૯૩૫), ઘરમાં બાળકે શું કરવું. અને બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (૧-૬), બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો) તેમજ ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), શાંત પળોમાં (૧૯૩૪). વિશેષમાં દિવાસ્વપ્નનું સર્જન મોખરે જોવા મળે છે. તેમના દ્વારા 1920 શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન બાલમંદિરની સ્થાપનાથી મોન્ટેસરી શિક્ષણની શરૂઆત જોવા મળી હતી.  તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.

          અનુસૂચિત જનજાતિના મહાન ક્રાંતિકારી ક્રાંતિ સૂર્ય બિરસા મુંડાનો જન્મ ઝારખંડના છોટા નાગપુર પઠારના એક ગરીબ ખેડૂતને ત્યાં થયો હતો. 1 ઓક્ટોબર 1894 ના રોજ યુવા નેતા તરીકે અંગ્રેજો સામે લગાન માફી માટે તેમના સમુદાય સાથે મળીને આંદોલન શરૂ કર્યું હતું. ત્યારબાદ બિરસા મુંડા અને અંગ્રેજો વચ્ચે તાંગા નદીના કિનારે 1897 થી 1900 સુધી યુદ્ધ ચાલ્યું હતું. તેને ઉલગુલાન ક્રાંતિ પણ કહેવામાં આવે છે. અંગ્રેજો દ્વારા 9 જૂન 1900 ના રોજ રાંચીની જેલમાં ષડ્યંત્રપૂર્વક ઝેર આપી તેમની હત્યા કરવામાં આવી હતી. તેમની સમાધી રાંચીના કોકર નજીક ડિસ્ટીલરી પુલ પાસે આવેલી છે. આજેપણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારમાં ભગવાનની જેમ પૂજવામાં આવે છે. 

     આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુશીલાબેન કે.પટેલ, ભાનુભાઈ ડી.પટેલ, ઈલાબેન એસ.પટેલ, કવિતાબેન એચ.ડિંડોર, રણજીતસિંહ બારીઆ તેમજ વ્હાલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં બન્ને મહાન વ્યક્તિના વિશે જાણવાની જિજ્ઞાસા જોવા મળી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. આચાર્યશ્રીએ સૌને શુભ આશિષ પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.