રાજકોટમાં સ્વયંભૂ રામનાથ મહાદેવની 100મી પાલખીયાત્રા નીકળી, હજારોની સંખ્યામાં લોકો જોડાયા, ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજ્યો
આજરોજ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. ત્યારે સ્વયંભૂ રામનાથ મહાદેવની 100મી પાલખી યાત્રા નીકળી હતી. જેમાં રાજકોટનાં માંધાતાસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને ખાસ પૂજા-અર્ચના કરી હતી. પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો. આ તકે હેલિકોપ્ટર દ્વારા રામનાથ મહાદેવ ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.