વડનગર નગરપાલિકા નગરસેવક વારંવાર પાણી ના બોર બનાવવા ની રજુઆત કરવા હોવા છતાં કંઈ નિરાકરણ નહી - At This Time

વડનગર નગરપાલિકા નગરસેવક વારંવાર પાણી ના બોર બનાવવા ની રજુઆત કરવા હોવા છતાં કંઈ નિરાકરણ નહી


વડનગર વર્લ્ડ હેરિટેજ નામના ધાંધિયા વડનગર માં ચાર દિવસ થી પાણી આવતું નથી અને વડનગર માં પાણીનો બોર પણ નથી.તેથી કેવી રીતે વડનગર વર્લ્ડ હેરિટેજ કહેવાય.????? એમ વડનગર માં ઓતરા દિવસે પાણી આવે છે અને દર મહિના એક થી ચાર દિવસ સુધી માં પાણી વિતરણ માં ભંગાણ હોય છે. ડબલ એન્જિન નુ સરકાર માં નળ થી જળ મોટા મોટા પોસ્ટર લગાડવામાં આવ્યો છે આ સપનું સાકાર થયું નથી.
વડનગર વોર્ડ નંબર -2 નગરપાલિકા નગરસેવક મનીષભાઈ વાડીલાલ પટેલ એ નગરપાલિકા ની મિટીંગમાં બે થી પાંચ વખત રજૂઆત કરી હતી કે વડનગર માં પાણી ના બોર કયારે બનાશો તે વી રજુઆત પણ વારંવાર કરવા છતાં વડનગર નગરપાલિકા આ વાત ઘ્યાન માં નથી લેતી. તો વડાપ્રધાન આત્મનિર્ભર નુ વાત પર ખૂબ ભાર મૂક્યો છે તો વડનગર આત્મનિર્ભર છે ખરાં.? ઘરોઈ ના પાણી પર આશા રાખી છે તેને આત્મ નિર્ભર તો છે જ નહીં અને વડનગર ના સત્તાધીશો નુ ખારા ટોપરા જેવી દાનત લાગે છે . પાછું વડનગર વર્લ્ડ હેરિટેજ ખાલી યાદી નામ આવા થી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ વડનગર ઓતરા દિવસે પાણી મળે છે તેનુ શું અને 23થી24 તારીખ સુધી ધરોઈ નાં પાણી પુરવઠા ભંગાણ પાડવા થી સમારંકામ કરવા થી પાણી નહી મળે તેવી સૂચના કરી પણ 25,26 તારીખ સુધી પાણી નથી મળ્યું તેનું શું.
વડનગર વોટર મેનેજમેન્ટ ખૂબ સારું છે તેવું સરકારી અધિકારીઓ કહેતા હતાં પરંતુ વડનગર માં ઓતરા દિવસે પાણી આવે છે તેનું શું દરરોજ અડધો કલાક પાણી મળે તેવી પ્રજાજનો આશા રાખી ને બેઠી છે.
વોટર મેનેજમેન્ટ, વલ્ડૅ હેરિટેજ , વગેરે નામ નામોશી થઈ કારણે કે વડનગર નગરપાલિકા પાસે પાણી નો બોર નથી તો સત્તાઘીશ બોર બનવશે કે રામ ભરોસે . વડનગર માં કૂવાઓ ના પાણી મીઠા છે એવું નથી ખારું પાણી હોય મીઠા પાણીનાં કૂવા ખૂબ જ છે. વડનગર નગરપાલિકા સત્તાધીશો ખારા ટોપરા જેવી દાનત રાખ્યા વગર પાણી ના બોર બનાવવા નું કામ કરો તો જ આત્મનિર્ભર કહેવાય.
મહિના માં 15 દિવસ પાણી મળે છે અને મહિના ની 15 દિવસ પાણી નથી મળતું તો તે 15 દિવસના પૈસા કાપશે ખરાં જે દિવસે પાણી ના મળે ત્યારે તે દિવસ ના પૈસા કાપે તેવી વ્યવસ્થા વડનગર નગરપાલિકા કરશે ખરાં???


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.