‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024’
યુવાનોને રોજગાર અને જરૂરી તાલીમ આપવા માટે ખાસ ઉજવવામાં આવે છે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’!
બોટાદ જિલ્લામાં યુવા કૌશલ્યને પ્રોત્સાહન આપવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ 2024માં ભરતીમેળાનાં માધ્યમથી 555 જેટલા વિદ્યાર્થીઓની પ્રાથમિક પસંદગી કરાઈ 15મી જુલાઈના દિવસને સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ (World Youth Skills Day) તરીકે ઉજવવામાં આવે છે. નવી પેઢીના યુવાનોમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે સરકારશ્રી નિરંતર સુકાર્યરત છે. તેમજ કૌશલ્ય મિશન થકી સ્કિલ ઈન્ડિયા યોજના અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના દ્વારા યુવાનોને રોજગાર પ્રાપ્ત કરવાના પ્રબળ માધ્યમો પણ ઉભા કરવામાં આવ્યાં છે. તો આવો વિગતવાર જાણીએ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉજવણી અંગે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’નો ઈતિહાસ યુવાનોને રોજગાર અને જરૂરી તાલીમ મળી રહે તે માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ની ઉજવણી અંગે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને 18 ડિસેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા મંજૂરી આપાઈ અને ત્યારથી 15 જૂલાઈના દિવસને ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જેમાં વિવિધ તાલીમ શિબિર તેમજ અનેકવિધ કાર્યક્રમો દ્વારા યુવાનોને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024’ની થીમ “શાંતિ અને વિકાસ માટે યુવા કૌશલ્ય” છે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ભારતના દરેક ઉદ્યોગમાં કમર્ચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે અને તેઓને વધારે સારુ કામ કરવા માટે સક્ષમ બનાવવામાં આવે તેવા આશય સાથે ‘વિશ્વ યુવા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે તે માટે સરકાર દ્વારા સ્કીલ ઈન્ડિયા યોજના અને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના અંર્તગત યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે બોટાદ જિલ્લામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર મેળવવા ઈચ્છતા રોજગાર ઈચ્છુકો માટે સોનેરી ઉડાણ આપી રહ્યું છે વર્ષ દરમિયાન અનેક ભરતીમેળા યોજવામાં આવે છે. આ ઉપરાંત તેમની લાયકાત મુજબ તેમની પસંદગીની રોજગારી મળી રહે તે માટે વિશાળ ફલક ઉભુ કરવામાં આવે છે જેથી બોટાદ જિલ્લાના તમામ એવા શિક્ષિત યુવાનો કે જેમના કૌશલ્ય વર્ધન માટેની ઉડાન ભરવા રોજગારી રૂપી આકાશ પ્રદાન થાય બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જાન્યુઆરી, 2024થી જુલાઈ 2024 સુધીમાં બોટાદ જિલ્લામાં કુલ 12 જેટલા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 555 જેટલા વિદ્યાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી બોટાદ જિલ્લામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી રોજગાર મેળવવા ઇચ્છતા યુવાઓ માટે સોનેરી અવસરો પ્રદાન કરી રહી છે જેથી તેઓ ન માત્ર પૈસા કમાઈ શકે પરંતુ પોતાની આવડતને વિકસાવીને સર્જનાત્મક કાર્યોને દુનિયા સમક્ષ લાવીને પોતાનું, પોતાના પરિવારનું અને આપણા દેશનું નામ રોશન કરે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે જેથી ગુજરાતમાં આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રોજગારલક્ષી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ભારતના લોકોમાં ક્ષમતા, પ્રતિભા અને કૌશલ્યો ભરપૂર છે તેને દુનિયાએ સદીઓ સુધી જાણી, સમજી અને ઓળખી છે તેથી આવો આપણે સૌ સાથે મળીને યુવાનોમાં કૌશલ્ય વધારવા અને યુવાનોને પ્રોત્સાહન આપવા ‘વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2024’ની ધુમધામ પૂર્વક ઉજવણી કરીએ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.