હોમગાર્ડ પરિવારને ચેક અપાયા: ધોલેરા હોમગાર્ડ વેલ્ફર ફંડ માંથી મરણોતર સહાય તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી ચેક અર્પણ કરાયા - At This Time

હોમગાર્ડ પરિવારને ચેક અપાયા: ધોલેરા હોમગાર્ડ વેલ્ફર ફંડ માંથી મરણોતર સહાય તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી ચેક અર્પણ કરાયા


હોમગાર્ડ પરિવારને ચેક અપાયા: ધોલેરા હોમગાર્ડ વેલ્ફર ફંડ માંથી મરણોતર સહાય તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી ચેક અર્પણ કરાયા

અમદાવાદ જીલ્લા ના ધોલેરા હોમગાર્ડ્ઝ યુનિટ આયોજીત હોમગાર્ડ્ઝ કલ્યાણ નિધિ અંતર્ગત સ્વર્ગસ્થ હોમગાર્ડ્ઝ યુવરાજસિંહ વિક્રમસિંહ ચુડાસમાના અચાનક અવસાન અનુસંધાને ગુજરાત હોમગાર્ડ્ઝ વેલ્ફર ફંડ માંથી મરણોત્તર સહાય ₹ ૫,૦૦,૦૦૦/-નો ચેક તેમજ અમદાવાદ જિલ્લા પંચાયત તરફથી ₹ ૨,૦૦,૦૦૦/- નો ચેક તેઓના ભાઈશ્રી મનહરસિંહ ચુડાસમાને અર્પણ કરવામાં આવ્યો. સદર કાર્યક્રમમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્યશ્રી મા.કાળુભાઇ ડાભી,અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દીગપાલ સિંહ ચુડાસમા,ધંધુકા શહેર પ્રમુખ શ્રી રમેશભાઈ ચૌહાણ,ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ વસાણી,સરપંચ શ્રી ગોવિંદભાઈ ધરજીયા,યુવા પ્રમુખ શ્રી અક્ષયરાજ સિંહ,વેપારી મહામંડળ પ્રમુખ શ્રી હરપાલસિંહ ,અમદાવાદ,ગ્રામ્યના જિલ્લા કમાન્ડન્ટ શ્રી વી.સી.દવે,બોટાદ જિલ્લા કમાન્ડન્ટ શ્રી ડી.આર.ચૌહાણ,ધંધુકાના કંપની કમાંડર શ્રી આઇ.પી.ડાભી,ધોલેરા હોમગાર્ડ્ઝ યુનિટ ના ઇન્ચાર્જ શ્રી અનિરુદ્ધ સિંહ ચુડાસમા ક્લાર્ક શ્રી જીતેન્દ્રસિંહ ચુડાસમા, તેમજ સમસ્ત ધોલેરા યુનિટ અને ધોલેરા નગર ના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી પુરૂષોત્તમ સ્વામીના આશીર્વાદ વચન લેવામાં આવ્યા હતા.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.