વડનગર માં ત્રિ -દિવસીય શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે હાટકેશ્વર મંદિર થી શોભાયાત્રા નીકળી
આજે ઉત્તર ગુજરાત માં આવેલું મહેસાણા જીલ્લા નું વડનગર માં ત્રિ -દિવસીય શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે હાટકેશ્વર મંદિર થી શોભાયાત્રા નીકળી હતી તેમાં શર્મિષ્ઠા તળાવ માં થી જળ લઈને નગરમાં યાત્રા કરી ને હાટકેશ્વર મંદિર પરત ફરી ને આ જળ ને દરેક મૂર્તિ ને વૈદિક શ્લોકો તથા મંત્રોચ્ચાર ઉચ્ચારણ કરી ને અભિષેક કરવામાં આવશે.વડનગર ના સ્થાનિક વિદ્વાન તથા વેદો શાસ્ત્રો પુરાણો જ્ઞાન ધરાવતા એવા બ્રાહ્મણો દ્વારા શિવ પંચાયત ને આહવાન કરી ને હાટકેશ્વર મહાદેવ તથા દેવી દેવતાઓનો ઉર્જા ઉતરી આવશે તેવું વાતાવરણ બની રહ્યું છે. અંતરમન થી વિદ્વાન બ્રાહ્મણ એ મંત્ર ચ્ચારણ તથા વૈદિક શ્લોકોથી અલૌકિક ઊર્જા ની અનુભૂતિ થઈ હતી
આ પ્રસંગે નગરજનો તથા પ્રતિષ્ઠા નાગરિકો મહાનુભાવો નામ અનામી મહાનુભાવો ત્રિદિવસીય શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે આ ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
રિપોર્ટ - જીગર પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
