નેત્રંગમાં 5/10/2024 ના રોજ ગેરકાયદેસર દબાણો હટાવા ગ્રામજનોને નોટીશ મળતા ખળભરાટ* - At This Time

નેત્રંગમાં 5/10/2024 ના રોજ ગેરકાયદેસર દબાણો હટાવા ગ્રામજનોને નોટીશ મળતા ખળભરાટ*


નેત્રંગ ચાર રસ્તા વિસ્તારમા દબાણો દુર કરવાનો મુદો સંકલન સમિતિની બેઠકમા લેવાતા ઝઘડીયાના નાયબ કલેક્ટરે ટીડીઓ નેત્રંગ, સરપંચ,તલાટીને લેખિત હુકમ જારી કરાતા તંત્રમા ચહલપહલ મચી જવા પામી છે.
તો બીજી તરફ દબાણ કતાઁઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

નેત્રંગ નગર એક વેપારી મથક ની સાથે સાથે તાલુકાના ૭૮ ગામોનુ મુખ્ય મથક છે. નગરમા આવેલ ચાર રસ્તા વિસ્તારમા બિલાડીના ટોપની જેમ રોડ રસ્તાઓની લગોલગ દબાણોને લઇને રાહદારીઓ તથા વાહનવ્યવહારને નડતરરૂપ હોય જેને લઇને તા.૨૧મીના રોજ મળેલ જીલ્લા સંકલન સમિતિની બેઠકમા આ બાબતનો મુદો ઉથાવવામા આવતા નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્રારા ઝઘડીયાના નાયબ કલેક્ટર ને લેખિતમા હુકમ કરી દબાણો તાત્કાલિક દુર કરવા તાકીદ કરવામા આવતા નાયબ કલેક્ટર ઝઘડીયા દ્રારા તા.૨૧મા ના રોજ તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ, સરપંચ,તલાટી કમ મંત્રી નેત્રંગ ને લેખિત હુકમ કરી આ બાબતે દીન બે મા અત્રેની કચેરીમા રીપોર્ટ કરવા જણાવતા વહીવટી તંત્રમા ચહલપહલ મચી જવા પામી છે. જ્યારે દબાણ કતાઁઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

રાજય ધોરીમાર્ગ વિભાગ ની અંકલેશ્વર ખાતે આવેલ કચેરી દ્રારા નેત્રંગ ચાર રસ્તા થી લઇ ને ભક્ત હાઈસ્કૂલ સુધી રોડ આજુબાજુ કરેલા દબાણો દુર કરવા બાબતે ચોથી વખતની છેલ્લી નોટીસ ફટકારી છે.

જ્યારે નેત્રંગ નગરમા ભાવના પાનના ગલ્લા થી લઇ ને ગ્રામપંચાયત સુધી મેઇન બજારના દબાણો દુર કરવા બાબતે તાલુકા વિકાસ અધિકારી નેત્રંગે સરપંચ,તલાટીને લેખિત હુકમ કરાતા દીન સાતમા દબાણો દુર કરવામા આવશેનુ તલાટી કમ મંત્રી ભીમસીંગ વસાવાએ નેત્રંગ ટીડીઓ ને લેખિત મા જાણ કરી હોવાનુ જાણવા મળેલ છે.

નેત્રંગ ચાર રસ્તા થી રાજપીપલા રોડની ,નેત્રંગ ચાર રસ્તા થી ડેડીયાપાડા રોડની તેમજ નેત્રંગ ચાર રસ્તા થી ઝંખવાવ રોડની આજુબાજુમા થયેલ દબાણો દુર કરાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ ભરૂચ , નેશનલ હાઇવે ઓથોરીટી વિભાગ એકતાનગરને પણ તાકીદ કરવામા આવેલ હોવાનુ જાણવા મળેલ છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.